ચૈતર વસાવા મુદ્દે આમ આદમી પાર્ટી પર સાંસદ મનસુખ વસાવાનો પ્રહાર, રાજકીય લાભ લેવાનો આક્ષેપ,

ચૈતર વસાવા મુદ્દે આમ આદમી પાર્ટી પર સાંસદ મનસુખ વસાવાનો પ્રહાર, રાજકીય લાભ લેવાનો આક્ષેપ,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5529;
AI_Scene: (-1, -1);
aec_lux: 73.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 45;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
સાંસદે આરોપ લગાવ્યો કે ગોપાલ ઇટાલિયા અને નિરંજન વસાવા ચૈતર વસાવાના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી એવી રાજનીતિ કરી રહ્યા છે કે જેમાં ચૈતર વસાવા જેલમાં રહે, જેથી આમ આદમી પાર્ટીને રાજકીય લાભ મળે અને પાર્ટી મજબૂત બને.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવાનો આમ આદમી પાર્ટી માત્ર રાજકીય હેતુ માટે ઉપયોગ કરી રહી છે. પાર્ટીને ચૈતર વસાવા પ્રત્યે સાચી લાગણી નથી, પરંતુ તેમના નામે રાજકારણ કરવામાં વધુ રસ છે.
ચૈતર વસાવાના પરિવાર અને તેમની સાથે જેલમાં રહેલી નાની બાળકી અંગે બોલતાં સાંસદે જણાવ્યું કે જો આમ આદમી પાર્ટીના નેતાઓને ખરેખર ચૈતર વસાવા અને તેમના પરિવારની ચિંતા હોય, તો તેમણે કાયદાકીય લડત આપવી જોઈએ. માત્ર શક્તિ પ્રદર્શન, આંદોલન કે વિરોધ કાર્યક્રમો કરવાથી નુકસાન ચૈતર વસાવા અને જેલમાં રહેલા તેમના પરિવારને જ થશે.
સાંસદે અંતે અપીલ કરી કે આ મુદ્દે રાજકીય લાભ લેવાના બદલે કાયદાકીય અને બંધારણીય માર્ગ અપનાવી ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે પ્રયાસ થવા જોઈએ.



