SAGBARA

દેડિયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં નર્મદા કલેક્ટર ગંગા સિંઘે ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી,

 

દેડિયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં નર્મદા કલેક્ટર ગંગા સિંઘે ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અભિયાનના બીજા દિવસે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે દેડિયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક કરી, પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

 

આ પ્રસંગે કલેક્ટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, શાળા જીવનની શરૂઆત દરેક બાળક માટે અત્યંત મહત્વપૂર્ણ અને યાદગાર ક્ષણ છે. આજનો દિવસ બાળકોના ભવિષ્યના ઘડતર તરફનું પ્રથમ અને મહત્વનું પગલું છે. શાળા પ્રવેશોત્સવ એ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો અને તેમના જીવનમાં જ્ઞાનના નવા દ્વાર ખોલવાનો ઉત્સવ છે.

 

તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકો નિયમિતપણે શાળાએ આવે અને શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી પરિવાર અને સમાજની છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સંસ્કાર અને નિયમિતતા પણ એટલી જ જરૂરી છે. વાલીઓએ બાળકોના અભ્યાસમાં રસ લઈ તેમને સતત પ્રોત્સાહન આપવું જોઈએ.

 

કલેક્ટર એ નવાગામ પ્રાથમિક શાળાના સ્વચ્છ અને સુવ્યવસ્થિત કેમ્પસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, શિક્ષકો, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપનના સહિયારા પ્રયાસોથી શાળામાં ઉત્તમ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થયું છે. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેઓ શિક્ષણના ક્ષેત્રમાં સતત આગળ વધે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બની કાર્ય કરવું જોઈએ.

 

કલેક્ટર દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિ

ત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!