SAGBARA

સાગબારા આદર્શ નિવાસી કન્યા શાળાનું 12 સાયન્સમાં ઝળહળતું પરિણામ – 97.29% સફળતા

સાગબારા આદર્શ નિવાસી કન્યા શાળાનું 12 સાયન્સમાં ઝળહળતું પરિણામ – 97.29% સફળતા

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (HSC Science) ના પરિણામમાં સાગબારા તાલુકાની આદર્શ નિવાસી શાળા (કન્યા)એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

શાળાની કુલ 37 વિદ્યાર્થિનીઓમાંથી 36 વિદ્યાર્થિનીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈ છે, જેના કારણે શાળાનું કુલ પરિણામ 97.29% નોંધાયું છે. આ ઉત્તમ પરિણામ સમગ્ર સાગબારા તાલુકા તેમજ નર્મદા જિલ્લાની શૈક્ષણિક પ્રગતિ માટે ગૌરવની બાબત બની છે.

ટોપ-5 વિદ્યાર્થિનીઓ:

અનિષાબેન કરણસિંગ વસાવા – 385 ગુણ (77.00%)

મોહિનીબેન ઈશ્વરભાઈ નાઈક – 351 ગુણ (70.20%)

નંદનીબેન અમરસિંગ વળવી – 347 ગુણ (58.40%)

વનિતાબેન કેશિયાભાઈ ભીલ – 327 ગુણ (65.40%)

જમનાબેન કેશિયાભાઈ ડુંગરા ભીલ – 315 ગુણ (63.00%)

શાળાના આ તેજસ્વી પરિણામ બદલ શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થિનીઓ, તેમના વાલીઓ તેમજ શિક્ષકગણને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની સમર્પિત સેવા અને વાલીઓના સહકારથી આ સફળતા શક્ય બની છે

Back to top button
error: Content is protected !!