SAGBARA

ચૈતર વસાવાની બહેનોએ વડોદરા સેન્ટ્રલ જેલમાં ભાઈને રાખડી બાંધી, ભાવુક બન્યો રક્ષાબંધનનો પ્રસંગ,

ચૈતર વસાવાની બહેનોએ વડોદરા સેન્ટ્રલ જેલમાં ભાઈને રાખડી બાંધી, ભાવુક બન્યો રક્ષાબંધનનો પ્રસંગ,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

દેડિયાપાડા, તા. 28 ઓગસ્ટ 2026:

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેડિયાપાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની બહેનોએ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી ભાઈ ચૈતર વસાવાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેલમાં ભાઈને રાખડી બાંધતી વખતે બહેનો ભાવુક બની હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ચૈતર વસાવા આદિવાસી સમાજના હક અને અધિકારો તેમજ જંગલ જમીન બાબતે તેમજ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા લોકનેતા તરીકે લોકોમાં જાણીતા હોવાનું તેમની બહેનોએ જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “આદિવાસી સમાજના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવવો સરકારને પસંદ પડતો નથી, જેના કારણે ચૈતર વસાવા સામે વિવિધ કેસો કરવામાં આવ્યા છે અને તેમને જેલમાં રાખવામાં આવ્યા છે.”

ચૈતર વસાવાની બહેનોએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે પણ અમે જેલમાં ભાઈ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો અને આ વર્ષે પણ ભાઈને જેલમાં રાખડી બાંધવા માટે આવવું પડ્યું છે. ભાઈ અમારી સાથે હોવા જોઈએ એવા પવિત્ર દિવસે તેમને જેલમાં મળવું પડે છે તે દુઃખદ છે.”

ભાઈને રાખડી બાંધતી વખતે બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાંથી દુઃખના આંસુ સરી પડ્યા હતા. પરિવારજનો માટે રક્ષાબંધનનો આ પ્રસંગ ખુશી કરતાં વધુ લાગણી અને વિયોગની ક્ષણ બની રહ્યો

હતો.

Back to top button
error: Content is protected !!