SAGBARA

સાગબારાના ખોપી સહિત અન્ય ગામોના ખેડૂતોમાં રોષ, વન વિભાગ સાથે ઘર્ષણ; ન્યાયની માંગ સાથે ભાજપ મહિલા મોરચા ઉપ પ્રમુખ લીલાબેન વસાવા નું રાજીનામું,

સાગબારાના ખોપી સહિત અન્ય ગામોના ખેડૂતોમાં રોષ, વન વિભાગ સાથે ઘર્ષણ; ન્યાયની માંગ સાથે ભાજપ મહિલા મોરચા ઉપ પ્રમુખ લીલાબેન નું રાજીનામું,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત અન્ય ગામોના ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વર્ષ 2003થી ખેતી કરતા ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની દવા અરજીઓ (Forest Rights Act હેઠળની અરજીઓ) વર્ષોથી પેન્ડિંગ છે. તેમ છતાં અરજીઓનો નિકાલ કરવા બદલે વન વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે.

આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા સંગઠન મોરચાના સ્થાનિક ઉપપ્રમુખ લીલાબેન વસાવા પણ ન્યાયની માંગ સાથે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને ન્યાય મળે અને તેમની લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓનો યોગ્ય નિકાલ થાય તે જરૂરી છે.

ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે અને પેન્ડિંગ અરજીઓનો યોગ્ય નિર્ણય નહીં થાય, ત્યાં સુધી તમામ આદિવાસી ખેડૂતો એકજૂથ રહી પોતાના હક્ક માટે લડત ચાલુ રાખશે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને રાહત આપવા તેમજ તેમની અરજીઓનો કાયદેસર નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!