SAGBARA
કાલબી ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાત અકસ્માત : ઘટના સ્થળે બે વ્યક્તિના મોત,

કાલબી ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાત અકસ્માત : ઘટના સ્થળે બે વ્યક્તિના મોત,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા: સાગબારા
મળતી માહિતી અનુસાર મહેન્દ્ર પટેલ અને કૌશિક પરમાર નામના વ્યક્તિ નું ઘટના સ્થળે અરેરાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, ઇકો કાર (GJ 16 BK 3825) દેવમોગરા ખાતે દર્શન કરીને ભરૂચ તરફ પરત ફરી રહી હતી, ત્યારે સામેથી આવી રહેલી ટ્રક (MH 39 AD 2448) સાથે ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




