THARADVAV-THARAD

“ફોરેસ્ટ વિભાગનો સપાટો: દોલતપુરા ચોકડી પરથી 35 કોલસાના કટા સાથે ડાલુ ઝડપાયું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ તાલુકાના દોલતપુરા ગામની ચોકડી પાસે ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કોલસાથી ભરેલું એક ડાલુ ઝડપી પાડવામાં આવ્યું હતું. ફોરેસ્ટ અધિકારીઓએ બાતમીના આધારે વાહનને અટકાવી તપાસ કરતાં તેમાં કોલસાના 35 કટા ભરેલા હોવાનું સામે આવ્યું હતું.

ફોરેસ્ટ વિભાગે કોલસાનો જથ્થો તેમજ વાહન જપ્ત કરી તેની તપાસ શરૂ કરી છે. કોલસો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું પરિવહન કાયદેસર હતું કે નહીં તે અંગે અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ફોરેસ્ટ વિભાગની આ કાર્યવાહીના પગલે ગેરકાયદેસર કોલસા પરિવહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે સંબંધિત લોકો સામે વન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!