THARADVAV-THARAD
ચૂંટણી પૂર્વે થરાદ પોલીસનો સખત એક્શન: દારૂ સપ્લાયર બુટલેગર પાસા હેઠળ કાબૂમાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ, હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ગુનામાં જેલ મુક્ત થઈ ફરીથી આવી ગેરકાયદેસર વિદેશી દારૂ હેરાફેરીની પ્રવૃત્તિ ન આચરે તે સારૂ તેમજ જીલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂ હેરાફેરી તથા વેચાણની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સારૂ થરાદ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત ટૂંક જ સમયમાં કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાવ-થરાદ નાઓએ પાસા દરખાસ્ત મંજુર કરી આરોપીનું વોરંટ ઈસ્યુ કરતાં થરાદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી પાસાના આરોપીને પકડી પાડી જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.





