THARADVAV-THARAD

થરાદ પંથકમાં દારૂ ડ્રગ્સના આતંકીઓથી ખેડૂત પરિવાર પર તલવાર ધારીયાથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકીઓ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોએ એક નિર્દોષ ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલો કરી ગંભીર ધમકીઓ આપ્યાનું બહાર આવ્યું છે. ફરિયાદી પરિવાર અજરદાર વિસ્તારમાં પોતાના ખેતરમાં રહે છે અને ખેતી દ્વારા ગુજરાન ચલાવે છે.

 

ફરિયાદ મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી આરોપીઓ તેમના ખેતરમાં ઇંગ્લીશ દારૂ અને ડ્રગ્સનો મોટાપાયે ગેરકાયદે વેપાર કરે છે. આરોપીઓના ખેતર સુધી પહોંચવાનો રસ્તો ફરિયાદીઓના ખેતર વચ્ચે થી જાય છે, જેના કારણે રોજ દારૂ–ડ્રગ્સ પીધેલા લોકો ફરિયાદીના ઘરના બાજુમાંથી પસાર થાય છે અને અભદ્ર ભાષા, ગાળો તથા અસંસ્કારી વર્તન કરે છે. ઘરે બહેન-દીકરીઓ હોવાને કારણે પરિવાર ઘણી વાર આરોપીઓને વિનંતી કરતો આવ્યો હતો કે તેઓ ગેરકાયદે ધંધો ઘર નજીક ન કરે, પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈને મા-બેનની ગાળો બોલી ધમકાવતાં.

 

તા. 26/11/2025ના રોજ રાત્રે 8 વાગ્યે, આરોપી નં. 1 તલવાર સાથે, નં. 2 ધારીયા સાથે અને નં. 3 લાકડી સાથે ફરિયાદીના ઘરમાં ત્રાટક્યા હતા. નશાની હાલતમાં પરિવારને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને ગાળો બોલી હુમલો કર્યો. પરિવાર દ્વારા બનાવાયેલા વીડિયોમાં સમગ્ર ઘટના કેદ થયેલી હોવાનું કહેવાય છે. જીવ બચાવવા માટે પરિવારએ તાત્કાલિક 112 પર કોલ કર્યો, પરંતુ પોલીસ પહોંચતા પહેલા આરોપીઓ ભાગી ગયા હતા. પરિવાર 112ની મદદથી થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ પણ પરિવારએ લગાવ્યો છે.

 

તા. 27/11/2025ના રોજ બપોરે 1:47 કલાકે, ફરીથી આરોપી નંબર 3 ફરિયાદીની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી બહેન-દીકરીઓને ગાળો બોલી, ખુલ્લેઆમ ધમકી આપી કે

“તમારા ભાઈઓમાંથી એકને આજે સાંજ સુધીમાં મારી નાખીશું… પોલીસ મારી ખિસ્સામાં છે… હપ્તા આપું છું, કંઈ નહિ થાય.”

 

ફરિયાદ મુજબ, આરોપીઓ દારૂ–ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને રાજકીય લાગવગ ધરાવવાને કારણે દાદાગીરી કરતા હોય એવું પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

  1. પરિવારે પોલીસ વહીવટ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરે, પોતાની સુરક્ષા આપે અને ગામના વિસ્તારને નશામુક્ત કરવામાં અસરકારક પગલા ભરે તેવી માંગણી કરી છે

Back to top button
error: Content is protected !!