THARADVAV-THARAD
વજેગઢમાં ખુલ્લી જગ્યામાં પડેલી અલ્ટો કારમાંથી વિદેશી દારૂ-બિયરની બોટલોનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી વાવ થરાદ!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
એલ.સી.બી.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં આવેલ હોસ્ટેલની આગળની ખુલ્લી જગ્યામાં પડેલ અલ્ટો ગાડી નંબર GJOGEH૩૩૨૭માં જોરાભાઈ સ/ઓ ગમનાભાઈ ઉર્ફ વિરભાણભાઈ રબારી રહે.ચાતરા તા.ભાભર હાલ રહે.વજેગઢ તા.થરાદવાળો દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે રેડ કરી હકીકતવાળી જગ્યાએથી ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશીની દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો/બિયર ટીન નંગ- ૧૦૯૪, જેની કુલ કિ.રૂા.૩, ૧૯, ૮૬૦/- તથા અલ્ટો ગાડી કિં.રૂા.૧, ૦૦, ૦૦૦/- સહિત કુલ કિં.રૂા.૪,૧૯,૮૬૦/- મુદ્દામાલ મળી આવતાં કબજે કરી સદર હું ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહિબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્ય
વાહી કરવામાં આવેલ છે.






