THARADVAV-THARAD

ઉંદરાણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી, નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

 

વાવ-થરાદ તાલુકાના ઉંદરાણા ગામની પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામલોકો, આગેવાનો અને મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી.

પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શક્તિદાન ચારણ (રોયલ્ટી ઇન્સ્પેક્ટર) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભોરડુ જિલ્લા પંચાયત સદસ્ય ધરમશીભાઈ પટેલ, આસોદર તાલુકા પંચાયત સદસ્ય લાલજીભાઈ પટેલ, ભોરડુ તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ ઠાકોર, દિલાવરસિંહ વાઘેલા, થાનાભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દેવશીભાઈ પટેલ દ્વારા તમામ નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મધ્યાહન ભોજનના દાતા અને મધ્યાહન ભોજન સંચાલક રાજુભાઈ હેમાસિયા દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમેજ બાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.પ્રવેશોત્સવના આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને ગામલોકોએ પણ બાળકોને નિયમિત શિક્ષણ અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!