JUNAGADHJUNAGADH CITY / TALUKOUncategorized

જુનાગઢ જિલ્લામાં ૧૦મી ફેબ્રુઆરીએ આવાસ યોજનાના મકાનોનું ઈ–લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

જુનાગઢ જિલ્લામાં ૧૦મી ફેબ્રુઆરીએ આવાસ યોજનાના મકાનોનું ઈ–લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માન.મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૦ ફેબ્રુઆરી-૨૦૨૪ ના રોજ કેન્દ્ર તથા રાજય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ / ખાતમુહુર્ત કરાવવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે ટુ વે સંવાદ કરશે. સમગ્ર રાજયની સાથે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભામાં આવાસ યોજનાનાં મકાનોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે ૮૫-માણાવદર
વિધાનસભાનો એ.પી.એમ.સી. માર્કેટીંગ યાર્ડ વંથલી ખાતે, ૮૬-જુનાગઢ વિધાનસભાનો કૈલાસ ફાર્મ જુનાગઢ ખાતે, ૮૭-વિસાવદર વિધાનસભાનો નગર પંચાયત શાળા નગરપાલીકા ગ્રાઉન્ડ વિસાવદર ખાતે, ૮૮-કેશોદ વિધાનસભાનો આહિર સમાજ વાડી કેશોદ ખાતે અને ૮૯-માંગરોળ વિધાનસભાનો ટાવર ચોક ક્રિકેટ ગ્રાઉન્ડ માંગરોળ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. આ વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મેયર, સાંસદ, ધારાસભ્ય, અન્ય પદાધિકારીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી આવાસ યોજનાનાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.
તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ આયોજીિત આ કાર્યક્રમમાં આવાસ યોજનાના કુલ-૧૭૧૨ આવાસોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે.
જેમાં ભેંસાણ તાલુકામાં ૧૧૫, જુનાગઢ તાલુકામાં ૧૯૬, કેશોદ તાલુકામાં ૧૧૯, માળીયા હાટીના તાલુકામાં ૪૦૫, માણાવદર તાલુકામાં ૧૧૯, માંગરોળ તાલુકામાં ૪૫ર, મેંદરડા તાલુકામાં ૭૫, વંથલી તાલુકામાં ૮૦ અને વિસાવદર તાલુકામાં ૧૫૧ આવાસોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજનાનાં આવાસોનો સમાવેશ થાય છે. આ તકે રૂા.૨૬.૭૯ કરોડનાં ખર્ચે આવાસોના ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!