DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તથા દેવભૂમિ દ્વારકા ના યુનિટ જજ શ્રી એચ.એમ. પ્રચ્છક

ડી.એલ.એસ.એ દેવભૂમિ દ્વારકા દ્વારા સ્થાપિત કાનૂની સહાયતા કેન્દ્ર (હેલ્પ ડેસ્ક)ની કામગીરીની પ્રશંસા કરી

***

ડી.એલ.એસ.એ દેવભૂમિ દ્વારકા દ્વારા છેલ્લા ૦૬ મહિના માં ગુજરાત વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ કુલ રૂ. ૩૮,૭૦,૦૦૦/- ભોગ બનનાર ને વળતર ચૂકવામાં આવ્યું.

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુનિટ જજશ્રી એચ.એમ. પ્રચ્છક દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જેમાં તેઓની સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તથા દેવભૂમિ દ્વારકા  જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયધીશશ્રી એસ.વી.વ્યાસ સાથે રહ્યા હતા.

        રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકાના શ્રી જગત મંદિર ખાતે દેશભરમાંથી આવતા દર્શનાર્થીઓ ને કાનૂની માર્ગદર્શન મળી રહે તે હેતુસર કાનૂની સહાય કેન્દ્ર (હેલ્પ ડેસ્ક)ની શરૂઆત કરી છે.  જેની નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તથા દેવભૂમિ દ્વારકાના યુનિટ જજ શ્રી એચ.એમ. પ્રચ્છક દ્વારા મુલાકાત લઈ કાનૂની સહાય કેન્દ્ર ( હેલ્પ ડેસ્ક) દ્વારા કરવામાં આવતી લીગલની કાર્યવાહીથી માહિતગાર થઈ પ્રશંસા કરી હતી. તેમજ હજુ વધુ સારી રીતે કામગીરી કરી શકાય તેવા જરૂરી સૂચનો આપ્યા હતા.

        દેવભૂમિ દ્વારકાના છેવાડાના વિસ્તાર અને ડાયરેક્ટ રોડ કનેક્ટિવિટીથી અલિપ્ત એવા બેટ દ્વારકા વિસ્તારના લોકોને વિના મૂલ્યે કાનૂની સલાહ અને સહાય મળી રહે તે હેતુસર કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે જેની નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ શ્રી એચ. એમ. પ્રચ્છક દ્વારા મુલાકાત લઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા છેવાડા વિસ્તારમાં કરવામાં આવતી લીગલ અવેરનેસના કાર્યની પ્રશંસા કરી હતી.

        લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ, ૧૯૮૭ ની કલમ -૧૧ મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગો જેવા કે કલેકટોરેટ, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, લેબર, રોજગાર વગેરેનાઓ સાથે સુવ્યવસ્થિત રીતે કો – ઓર્ડીનેશન સાધી કાનૂની સેવા ના ક્ષેત્રમાં સામાજિક ન્યાય સ્થાપવા અર્થે નીમવામાં આવેલ નોડલ ઓફિસરો અને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી હતી.

        આ ઉપરાંત જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા મું. ખંભાળિયા ખાતે  નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ શ્રી એચ.એમ.પ્રચ્છકની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન તથા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી એસ.વી.વ્યાસ સાથે જ્યુડિશિયલ ઓફિસર તથા જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી , જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડે, ખંભાળિયા બાર પ્રમુખ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મીડીએટર શ્રી સંજયભાઈ જોષી, મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી એલ.આર.ચાવડા, મદદનીશ સરકારી વકીલશ્રીઓ, એ.પી.પી.શ્રીઓ, તથા અન્ય વિભાગ ના અધિકારીશ્રી ઓ હાજર રહ્યા હતા. જેમાં તેઓ એ આ મિટિંગ દરમિયાન સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને અતરીયાળ વિસ્તાર માં રહેતા લોકો ને સરકારશ્રીની વિવિધ યોજનાઓ નો લાભ ખૂબ ઝડપથી મળી રહે સામાજિક ન્યાય સ્થપાઈ તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ને વધુ વેગવંતી બનાવવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

        મિટિંગમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એચ.એમ.પ્રચ્છકના વરદ હસ્તે ગુજરાત વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ કુલ ૧૨ અરજીમાં ભોગ બનનારને કુલ રૂ. ૨૬,૦૦,૦૦૦/- નું વળતર ચૂકવામાં આવ્યું હતું. આમ છેલ્લા ૦૬ મહિનામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કુલ રૂ. ૩૮,૭૦,૦૦૦/- ભોગ બનનાર ને વળતર તરીકે ચૂકવામાં આવ્યું હતું.

        નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એચ. એમ. પ્રચ્છક  દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી ની મુલાકાત લઈ પક્ષકારોને આપવામાં આવતી લીગલ એઈડ, મિડીએશન પ્રક્રિયા, વગેરેની માહિતી મેળવી અને જિલ્લા ના મહત્તમ લોકો સુધી કાનૂની સહાય અંગે જાગરૂકતા ફેલાઈ તથા અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી સરકારશ્રીના સ્ટેક હોલ્ડર સાથે યોગ્ય સંકલન સાધી કરી શકાય તેવા મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા.

        આ સમગ્ર મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકાના  ચેરમેન શ્રી તથા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એસ.વી.વ્યાસ સાથે રહ્યા હતા. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!