AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવાનાં કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ભાજપાનાં નેતા 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ભાજપાનાં નેતા દિપકભાઈ પીંપળેને ભાજપામાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.28 સપ્ટેમ્બરનાં ગણેશ વિસર્જનનાં રોજ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મધુભાઈ ભોયે ઉપર હુમલો કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભારતીય જનતા પાર્ટીનાં દબંગ આગેવાન દિપકભાઈ પીંપળે વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાતા આ ભાજપાનાં આગેવાન પોલીસ પકડ અને કાર્યવાહીથી બચવા માટે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે.ભાજપાનાં આગેવાન અને આહવા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં માજી ચેરમેન દિપકભાઈ પીંપળે કે જેઓ અગાઉ પત્રકારો,જિલ્લા, તાલુકા પંચાયતનાં અધિકારીઓ અને સિનિયર નેતાઓને ધમકાવવા અને રોફ ઝાડવા બદલ ગિન્નાયેલ હતા.ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટીની શિસ્તનાં ધજીયા ઉડાવનાર નેતા દિપક પીંપળેનાં વાણી વિલાસ અને વર્તનનાં પગલે સૌ કોઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.અને આ ભાજપાનાં દબંગ નેતા દિપકભાઈ પીંપળે પોતાની જાતને ભાજપાની હાઇકમાન્ડ ગણાવતો હોય જેથી પ્રદેશ ભાજપાની નજરમાં પણ આવી ગયા હતા.હાલમાં જ આ ભાજપાનાં નેતા દિપકભાઈ પીંપળે ઉપર પોલીસ ફરીયાદ નોંધાતા ભાજપા પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષની સૂચના અનુસાર ડાંગ જિલ્લાનાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ કિશોરભાઈ ગાવીતે  આજરોજ આહવા તાલુકા પંચાયતનાં તાલુકા સદસ્ય દિપકભાઈ પીંપળેને ભારતીય જનતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી જણાવ્યુ હતુ કે આપનાં દ્વારા ભાજપા પાર્ટીમાં વારંવાર શિસ્તનું પાલન ન કરવાની ફરીયાદ અને હાલમાં જ આપનાં પર ગંભીર ગુનો દાખલ થયેલ છે.જેને ધ્યાનમાં લેતા ભારતીય જનતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સક્રિય તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે.હાલમાં ભાજપા પાર્ટીએ દિપક પીંપળેને સક્રિય તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.ત્યારે આવનાર દિવસોમાં ગીન્નાયેલ દબંગ નેતા દિપક પીંપળેનું તાલુકા સદસ્ય પદ પણ ગુમાવવાનો વારો આવશે જેમાં બેમત નથી.શિસ્ત અને કેડરને વરેલી ગુજરાત પ્રદેશ ભાજપા પાર્ટીએ પ્રથમ વખત ડાંગ જિલ્લામાં લાલ આંખ કરી દબંગ નેતાને ઘરે બેસાડી દેતા જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!