KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ રેફરલ હોસ્પિટલ મા અકસ્માત મા મરણ પામેલ ઇસમના પોસ્ટમોર્ટમ માં ઠાગા ઠૈયા.

તારીખ ૬ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે લેબર કોન્ટ્રાકટર નું કામ કરતા મૂળ લીમડિયા તા. બાકોર જી.મહીસાગર નાં વતની અને કાલોલ જીઆઈડીસી ખાતે રહેતા નરેશભાઈ રતનાભાઈ ખાંટ ઉ. વ.૨૮ પોતાની ઈકો ગાડી મા મજૂરો લેવા માટે બોડિદ્રા ગામે જતા હતા ત્યારે બુધવારે સાંજનાં સમયે સાગાના મુવાડા ગામ નજીક નવી વસાહત પાસે ઈકો ગાડી જમણી બાજુ પલ્ટી ખાઈ જતા શરીરે નાની મોટી ઈજાઓ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતુ જે બાબતની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવી જેઓની લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ મા લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગુરૂવારે મૃતક નાં સગાસંબધીઓ કાલોલ રેફરલ હોસ્પિટલ મા તેઓની લાશ માટે આવેલ જયા ફરજ ઉપરના કોઈ જવાબદાર અધિકારીઓ ની હાજરી જોવા મળી નહોતી. મૃતકની લાશ ના પીએમ માટે સ્વિપર નહી હોવાથી કામ ખોરંભે પડેલ જેથી મૃતકના પરિવારજનોએ અંતિમક્રિયા માટે તેમના વતનમાં સગા સંબધિઓ એકઠા થયેલા હોઈ કાલોલ પોલીસ મથકે જાણ કરી હતી કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ડી તરાલ રેફરલ હોસ્પિટલ મા દોડી આવ્યા હતા જ્યા રેફરલ નાં સુપ્રિટેન્ડેન્ટ ગોધરા ખાતે ડેપ્યુટેશન ઉપર હોવાનુ જાણવા મળેલ હાજર ડોકટર સમક્ષ મૃતકના પરિવારજનોએ ઊગ્ર રજૂઆતો કરી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ નહી હોવાથી લાશ ડિકંપોજ થવાની શક્યતા હોય તાકિદે પીએમ કરો નહીંતો અમે લાશ લઈને જતા રહીશું એવી ચીમકી આપી હતી પરંતુ સ્વિપર નુ બહાનુ કાઢી પીએમ કરતા ન હોતા અને હાજર ડોક્ટર મોબાઈલ મા મસ્ત જોવા મળેલ. અંતે બપોરના ત્રણ કલાકે હાલોલ થી સ્વિપર બોલાવી પીએમ ની વ્યવસ્થા કરાઈ હતી આ બાબતે મીડિયા દ્વારા સુપ્રિટેન્ડેન્ટ અને જીલ્લા આરોગ્ય અધિકારી નો સંપર્ક કરતા તેઓ પણ સ્વિપર ની વ્યવસ્થા નુ બહાનુ કાઢી પોતાની જવાબદારી થી મો ફેરવતા જોવા મળેલ જ્યારે તાલુકા હેલ્થ ઓફીસર નો ફોન બંધ આવતો હતો કાલોલ ખાતે રેફરલ હોસ્પિટલ નો રેઢિયાળ વહીવટ આ અગાઉ પણ ખુબ ચર્ચામાં રહ્યો છે ત્યારે આ બાબતે જીલ્લા કક્ષાએ યોગ્ય કાર્યવાહી થશે ખરી કે પછી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવો ધાટ રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!