MORBIMORBI CITY / TALUKO

મોરબીના યુવા એડવોકેટ સતત પાંચમી વખત લીમ્કા બુક ઓફ રેકોર્ડ સર્જ્યો

મોરબીના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ મિતેષ દિલીપકુમાર દવેને નાનપણથી જ જયારે ધોરણ-૫ માં અભ્યાસ કરતા ત્યારથી વિવિધ સિક્કાઓ તથા ટપાલ ટિકીટ સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. ભારત સરકારની તમામ ટંકશાળ ધ્વારા બહાર પડાયેલ સિક્કાઓ સહિત ભારતીય રિર્ઝવ બેંકના પ્રથમ ગર્વનરથી લઇ હાલના ગર્વનર શક્તિકાંતા દાસ સુધીના તમામ ગર્વનરની સહીઓ વાળી નોટ સંગ્રહમાં સામેલ છે. મિતેષ પાસે ભારત સિવાય વિશ્વના તમામ 16 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ સિવાય બીજા ૯૩ ડેડ નેશન થઇ કુલ ૨૮૫ દેશના ચલણ તથા ટપાલ ટીકીટનો અનોખો સંગ્રહ છે.

મિતેષ પાસે ઇન્ટરનેશન બેંક નોટ સોસાયટી – ઓસ્ટ્રેલીયાનું સભ્યપદ છે. મોરબી શહેરના આ યુવા વકીલના મત પ્રમાણે આપણી સંસ્કૃતિ અને આપણા વારસાનું જતન કરવું એ આપણી પ્રથમ ફરજ છે. તેના આ મુકામ પર પહોંચાડવા માટે માતા-પિતા, નાના ભાઇ એડવોકેટ દર્શન દવે એ ખૂબ જ મદદ કરેલ છે અને મિત્રવર્ગમાં ગોધરા નિવાસી અર્પિતભાઇ કિશ્ચિયનએ પણ ઘણી મદદ કરેલ છે. મિતેષભાઈને તેના આ સંગ્રહ બદલ લીમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ સતત પાંચ વખત) ઈન્કિંડીબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ક્રેડીબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ કોરમમાં સ્થાન મળ્યું છે.વધુમાં મિતેષભાઈ પાસે આ સિવાય તેમના સંગ્રહમાં સ્વીટરલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ એલીયન ફ્રૂટ, કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટડો, કચ્છના મહારાજા સ્વ. પ્રાગમલજી. ભારત રત્ન સ્વ. લતા મંગેશકર, ઉદયપુર મેવાડના રાજકુંવર લક્ષ્યરાજ સિંહજી, ભારતના પ્રથમ અવકાશ યાત્રી તથા શોકચક્ર વિજેતા રાકેશ શર્મા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભારતના પૂર્વરાષ્ટ્રપતિ મનાય કોવિંદ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પ્રથમ વડા સ્વ.બિપિ રાવત જેવા દિગ્ગજો પાસેથી આવેલ શુભેચ્છા પત્ર પણ તેમના સંગ્રહમાં સામેલ છે,આ સિવાય તેમના સંગ્રમાં ભારતીય રજવાડાના સિક્કા તથા કોર્ટ ફી સ્ટેમ્પનો અનેરો સંગ્રહ છે. જેમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો આટોપ્રા. કચ્છ, બરોડા – ગાયક્વાડ હૈદાબાદ નિઝામ જુનાગઢ- નિઝામ, નવાનગર, મોરબી સ્ટેટના મહારાજા વાઘજીબાપુ, મહારાજા શ્રી લખધીરસિંહજી બાપુના ઓટોગ્રાફ તથા અન્ય ઘણાં રજવાડાના સિક્કા તથા કોટકી સ્ટેમ્પનો સમાવેશ છે. વિશ્વનો સૌથી નાનો સોનાનો સિક્કો વિજયનગર સ્ટેટ નો બેલે કોઇન સુર્વણ સિક્કો પણ આ યુવાન ના સંગ્રહમાં સામેલ છે. અને વિશ્વની એક માત્ર ચલણીનોટ જે કાપડ, કાગળ કે પ્લાસ્ટિક નહિ પણ સોનાની (રર કેરેટ) જે એન્ટીગુઆ અને બરબુડા દેશ બહાર પાડેલએ પણ લીગલ ટેન્ડર,જે તેના સંગ્રહમાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!