ANANDANAND CITY / TALUKO

આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તા.૨૯ એપ્રિલ થી તા. ૦૧ મે દરમિયાન બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ અપાશે

આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તા.૨૯ એપ્રિલ થી તા. ૦૧ મે દરમિયાન બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ અપાશે

તાહિર મેમણ : આણંદ :: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તા. ૨૬, ૨૭ અને ૨૮ માર્ચના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી.

૧૬- આણંદ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસરને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૦૧ મે, ૨૦૨૪ ના રોજ સવારના ૮.૦૦ કલાકથી સાંજના ૧૮.૩૦ કલાક દરમિયાન નિર્ધારીત સમયમર્યાદા મુજબ બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે.

નોંધનીય છે કે બીજા તબક્કાની તાલીમના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને તાલીમના સ્થળે જ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવિણ ચૌધરીની રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં ઊભા કરવામાં આવનાર ૧૭૭૩ મતદાન મથકો માટે ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં નિમાયેલા અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!