ANANDANAND CITY / TALUKO

આણંદ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને મતાધિકાર અને મતદાનની ફરજ અંગે જાણકારી અપાઈ

આણંદ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને મતાધિકાર અને મતદાનની ફરજ અંગે જાણકારી અપાઈ

તાહિર મેમણ -: આણંદ – 24/04/2024- ઈન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ દ્વારા સૌના વિકાસની સાથે જ સામૂહિક વિકાસ થાય છે તેવી વિચારધારા સાથે કાર્યરત અભ્યુદય ક્લબમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં સૈધ્ધાંતિક જ્ઞાન આપવાની સાથે પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ આણંદના વિકાસમાં સહભાગી બની શકે.

અભ્યુદય ક્લબ દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ નવીન વિષયોમાં શ્રેષ્ઠ રીતે તૈયાર થાય અને આગળ વધી આણંદના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે આણંદભૂમિ -૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર અને અભ્યુદય ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ તેમની આસપાસમાં રહેતાં તમામને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરણા આપી શકે અને ભવિષ્યમાં પોતે પણ મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મત આપવાનો અધિકાર અને ફરજ અંગે સમજણ આપવાના ઉદ્દેશ્યથી મતદાન જાગૃતિ (વોટ ફોર સ્યોર) કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મતદાન જાગૃતિ સાથે આંતરકોલેજ હેકાથોન સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા, કેસ સ્ટડી સ્પર્ધા અને જળ સંરક્ષણ પર વર્કશોપનું પણ આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરની કચેરી આણંદ, અમૂલ ડેરી, જીસીએમએમએફ, આઈડીએમસી, એનડીડીબી, એફઈએસ, વર્ડે મોબિલિટી, અને ઈરમા વોટર સેન્ટર પણ સહભાગી બન્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલી વિવિધ શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ પૈકી ઈરમા મતદાન જાગૃતિના કાર્યમાં સહભાગી બની.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!