ANAND CITY / TALUKOGUJARAT

આણંદ લોકસભા બેઠકના ૦૭ વિધાનસભા મતવિસ્તાર ખાતે મતદાનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

આણંદ લોકસભા બેઠકના ૦૭ વિધાનસભા મતવિસ્તાર ખાતે મતદાનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

તાહિર મેમણ -આણંદ – 25-04-2024- આણંદ લોકસભા બેઠકના વિવિધ મતવિસ્તારોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.જેના ભાગરૂપે ૧૧૦-બોરસદ વિધાનસભા મતવિસ્તારના દાવોલ ગામ ખાતે પ્રાયમરી હેલ્થ સેન્ટર, દાવોલના કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજી ગ્રામજનોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પણસોરા ગામ ખાતે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રી, ઉમરેઠ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઉમરેઠની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ગામની મહિલાઓ તથા અન્ય ગ્રામજનોને સાથે રાખીને મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. જેમાં હાથમાં “હું મતદાન અવશ્ય કરીશ” જેવા સ્લોગન સાથેના પોસ્ટરો હાથમાં રાખીને ગામના મતદારોને મત આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતાં.

૧૧૨- આણંદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ સરકારી આઈ.ટી.આઈ., આણંદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢી અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.જ્યારે ૧૧૩-પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ સંજાયા ગામે મહિલા મતદારોને મતદાન આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને અચૂક મતદાન માટેના શપથ (પ્રતિજ્ઞા) લેવડાવવામાં આવ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!