MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતે આઠમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો, ગરીબ પરિવારની ૨૨ કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા.

સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજીવન દાતા તરીકે જોડાવા લોકોને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા એ અપીલ કરી

MORBI:મોરબી ખાતે આઠમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો, ગરીબ પરિવારની ૨૨ કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા.

સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજીવન દાતા તરીકે જોડાવા લોકોને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા એ અપીલ કરી

શકત સનાળા ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે ૨૨ કન્યાઓના લગ્નોત્સવ યોજાયો

વાત્સલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આઠ સમૂહ થકી ૨૫૧ કન્યાઓના લગ્ન કરાવી આપ્યા

મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી શિક્ષણ તેમજ આરોગ્યની સાથે સાથે સામાજિક ઉત્થાનના ભાગરૂપે પણ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આજે મોરબી શકત સનાળા ખાતે આવેલ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી માં આઠમા સર્વ જ્ઞાતિએ સમૂહ લગ્નનું આયોજન કરે જેમાં 22 યુગલોએ પ્રભુતામાં પગલાં ભરેલ. આ યુગલોને સોના ચાંદીના દાગીના ની સાથે સાથે ઘરવખરીની તમામ સામગ્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ.


આ સમૂહ લગ્નોત્સવ ના મુખ્ય દાતા તરીકે મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, આગમન મેંટરિટી હોસ્પિટલ રાજકોટના ડોક્ટર નીતાબેન ઠક્કર, રામને ભજીલ્યો ના નામથી સેવાકીય ક્ષેત્રે ઉમદા નામ મેળવેલ શ્રી જમનાદાસ બાપા (હરિહર અન્નક્ષેત્ર) તેમજ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ દ્વારા પોતાની સામાજિક ફર અદા કરે.


જ્યારે કન્યાદાન દાતા તરીકે ડોક્ટર હર્ષદ પી મહેશ્વરી હરિઓમ ઓર્થો હોસ્પિટલ વાંકાનેર, ડોક્ટર અરવિંદ મેરજા જાનકી હોસ્પિટલ, ડોક્ટર ચંદ્રેશ વડગાસીયા શ્યામ હોસ્પિટલ, ડોક્ટર અર્જુન સુવાગિયા વરદાન હોસ્પિટલએ પોતાની સામાજિક ફરજ અદા કરે, તદુપરાંત કરિયાવર દાતા તરીકે શ્રી હરિલાલભાઈ આદ્રોજા, મુકેશભાઈ ઉઘરેજા, ગીરીશભાઈ સરૈયા, નિલેશભાઈ દેસાઈ, પી.ડી. કાંજિયા, ડોક્ટર શૈલેષ પટેલ, ડોક્ટર અલ્કેશ પટેલ, ભેરવી જયકુમાર ભોરાણીયા, રવિ કુમાર ભોરણીયા તેમજ ચંદુભાઈ પરમાર દ્વારા સહયોગ આપેલ, તમામ 22 દીકરીઓને ઘરવખરીની સામગ્રીમાં મામેરા દાન દાતા તરીકે કપિલ ભાઈ માલાણી, ભગવતી હોસ્પિટલ, નીતાબેન ઠાકર ન્યુ મુંબઈ, રમેશભાઈ સોલંકી, અજયભાઈ લોરીયા, રાજેશભાઈ પંચાસરા, રામવિલાસભાઈ યાદવ, ડોક્ટર હિના મોરી, ડોક્ટર પરેશ લાખાણી, ડોક્ટર રાકેશ પટેલ, ડોક્ટર હિતેશ પટેલ, ડોક્ટર ભાવિક શેરસિયા, ડોક્ટર જયેશ સનારીયા, હીરાભાઈ ચાવડા, અમરશીભાઈ પરમાર, શ્રી બ્લડ સેન્ટર મોરબી, શ્રીમતી પ્રસન્નબા રાઠોડ, સ્પેનીટો લેમીનેટ, ઓવેલ લેમીનેટ, રોટલેમ્પ લેમીનેટ, સોમૈયા ટચ લેમીનેટ, ડોક્ટર હાર્દિક કણઝરિયા, ડોક્ટર વિપુલ માલાસના દ્વારા દાનનો સહયોગ આપવામાં આવેલ.


તદુપરાંત નામી અનામી દાતાઓએ સહયોગ આપી સમૂહ લગ્ન સૌને સફળ બનાવેલ,
આ સમૂહ લગ્ન શુભ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઈ ચાવડા, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, વકીલ એસોસિએશનના પ્રમુખ એડવોકેટ દિલિપ અગેચણીયા, આગમન મેટરનિટી હોસ્પિટલ રાજકોટના ડોક્ટર નીતાબેન ઠક્કર સહિત સામાજિક આગેવાનો, મહિલા સંસ્થાઓ તેમજ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આયોજક મંડળને અભિનંદન આપતા જણાવ્યું કે

આ સમૂહ લગ્ન તો સમિતિ વધુને વધુ ગરીબ પરિવાર ની કન્યાઓને સમુહ લગ્ન જોડે તેમજ આ સમૂહ લગ્નમાં લોકો આયોજક તેમજ આજીવન દાતા તરીકે જોડાઈ તેવી વિનંતી કરેલ, આગામી દિવસોની અંદર આ સંસ્થામાં સારા લોકો આયોજક તરીકે આવે તેના ભાગરૂપે ધારાસભ્યશ્રીએ પોતાના પુત્ર પ્રથમ અમૃતિયાને આયોજક સમિતિમાં સભ્ય તરીકે જોડવાને શરૂઆત કરી અને તમામ નાના-મોટા ઉદ્યોગકારો તેમજ ડોક્ટર અને સામાન્ય નાગરિકોને પોતાની યથાશક્તિ મુજબ આ સમૂહ લગ્ન સમિતિને પોતાનું યોગદાન આપી આજીવન દાતા તરીકે નોંધણી કરવા અપીલ કરેલ.
આ યોજાયેલ સમૂહ લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થતા વાત્સલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠ સમૂહ લગ્ન થકી ૨૫૧ કન્યાઓના પ્રભુ તમારા પગલાં મંડાવે.


આ સમૂહ લગ્નોત્સવ ના આયોજક તરીકે વાત્સલ્ય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદની પારીઆ, મહામંત્રી જ્યોતિબેન ચાવડા, હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડોક્ટર હાર્દિક જેસવાણી, ડોક્ટર મિલન ઉઘરેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાગર જેસવાણી, તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિના આયોજક ગિરધરભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, દિપ્તીબેન સાનેપરા, દર્શનાબેન જોશી, પ્રફુલભાઈ પરમાર, ઈશાન જેસવાણી, ડોક્ટર મનું પારીઆ, ડોક્ટર કૌશિક ગોસ્વામી એ પોતાની સેવા આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!