NATIONAL

મણિપુર સરકારે હિંસા રોકવા માટે શું પગલાં લીધા ? સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે આજે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણની વર્તમાન સ્થિતિ અંગે રાજ્ય પાસેથી અપડેટ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટે રાજ્યને પુનર્વસવાટ શિબિરો, હથિયારોની પુનઃપ્રાપ્તિ અને કાયદો અને વ્યવસ્થા અંગેની સ્થિતિ અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ 10 જુલાઈ નક્કી કરી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર અને મણિપુર સરકાર તરફથી હાજર થઈને ન્યાયાધીશોને કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. આના પર કોર્ટે તેમને મણિપુરની સ્થિતિ પર નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું. તેમાં પુનર્વસન શિબિરો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવેલા પગલાં અને હથિયારોની પુનઃપ્રાપ્તિ જેવી વિગતોની માહિતી આપવા આદેશ કર્યો છે.

કોર્ટમાં સંક્ષિપ્ત સુનાવણીમાં, સોલિસિટર જનરલે સુરક્ષા દળોની તૈનાતી અને તાજેતરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં કર્ફ્યુનો સમયગાળો હવે 24 કલાકથી ઘટાડીને પાંચ કલાક કરવામાં આવ્યો છે. તુષાર મહેતાના જણાવ્યા અનુસાર રાજ્યમાં પોલીસ, ઈન્ડિયન રિઝર્વ બટાલિયન અને CAPFની 114 કંપનીઓ પણ તૈનાત છે.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ડિવિઝન બેન્ચ બે અરજીઓ પર વિચાર કરી રહી હતી – એક, મણિપુર ટ્રાઇબલ ફોરમ દિલ્હી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ભારતીય સેના દ્વારા કુકી જનજાતિના રક્ષણની માંગ કરવામાં આવી હતી અને બીજી મણિપુર વિધાનસભાની હિલ એરિયાઝ કમિટી (એચએસી)ના અધ્યક્ષ ડિંગંગલુંગ ગંગમેઈ દ્વારા અનુસૂચિત જનજાતિની સૂચિમાં મેઇતી  સમુદાયના સમાવેશ અંગે વિચારણા કરવાના મણિપુર હાઈકોર્ટના નિર્દેશને પડકારતી અરજી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!