HALOLPANCHMAHAL

હાલોલ મામલતદાર કચેરી ખાતે બનાવાઈ પ્લાસ્ટીકની દીવાલ.

તા.૧૮.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ પ્રાંત અધિકારીએ પર્યાવરણની ચિંતા કરવા સાથે જ વેસ્ટ માંથી બેસ્ટ ઉક્તિને યથાર્થ સાબિત કરતી કામગીરી હાથ ધરી છે.જેના થકી ટૂંક સમયમાં હાલોલ તાલુકા સેવા સદનની દિવાલ આબોહવા પરિવર્તન સામેની લડતનું સ્મારક સમુ બની રહેશે.અહીં અંદાજીત 36 મીટર ની કમ્પાઉન્ડ વોલને પ્લાસ્ટિકની વેસ્ટ બોટલો માંથી બનાવવામાં આવી છે. અને આ ભગીરથ કાર્યમાં શાળાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા છે.આ દિવાલ નું નામ પણ ખૂબ જ સુંદર આપવામાં આવ્યું છે વોલ અગેઇન્સ્ટ કલાઇમેટ ચેન્જ.હાલ એકત્રિત થયેલી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ માં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ભર્યા પછી જે જગ્યા રહી હતી તે બોટલોને મજબૂતી આપવા માટે રેતી ભર્યા બાદ દિવાલ બનાવવામાં ઉપયોગ લેવામાં આવી રહી છે.હાલમાં દિન પ્રતિદિન વાતાવરણ માં આવી રહેલો બદલાવ ખૂબ જ ચિંતાજનક બાબત બની રહી છે.પરંતુ વાતાવરણ બદલાવ માં કેટલાક મહત્વના પાસા જવાબદાર છે જેનું ઉદ્દભવ સ્થાન પણ આપણા સમાજના નાગરિકો જ કહીં શકાય એમ છે.હાલ પ્લાસ્ટિકના થઇ રહેલા ઉપયોગ અને જેના બાદ યોગ્ય નિકાલ કરવાનું બાજુમાં મૂકી આડેધડ ફેંકવામાં આવતું પ્લાસ્ટિક ખૂબ જ આડ અસર કરી રહ્યું છે.ત્યારે ઉપયોગ બાદ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતાં પ્લાસ્ટિકની બોટલો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના સદ્દ ઉપયોગ સાથે વાતાવરણને થતી આડ અસર પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાલોલ પ્રાંત અધિકારી ડો.મયુર પરમારે કર્યો છે.જેમાં પણ તેઓએ બાળ માનસના માધ્યમનો ઉપયોગ કર્યો છે.અહીંના વહીવટી તંત્રે બાળકોમાં આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે વપરાયેલી પ્લાસ્ટિકની બોટલોથી દિવાલ બનાવવાનું નક્કી કર્યુ હતું.જેના માટે શાળાના બાળકોને આ પ્રકારની બોટલો તેમના ઘરેથી અથવા જ્યાં પણ તેઓને મળે ત્યાંથી લાવવા અને તેમની શાળામાં આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ આ બોટલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે ટૂથબ્રશ,સ્ટ્રો અને અન્યથી ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું.ત્રણ તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર બોટલો આપવાનું કહેવા ઉપરાંત વક્તૃત્વ અથવા નિબંધ લેખન જેવી વાતાવરણીય બદલાવ પર કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું.જેમાં વિદ્યાર્થીઓ પાસેથી 3,500 બોટલો એકત્રિત કરવામાં આવી હતી અને આ બોટલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે ટૂથબ્રશ,સ્ટ્રો અને અન્યથી ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું.આ પ્રક્રિયાને વિદ્યાર્થીઓ અનુસર્યા પણ હતા.હાલ વિદ્યાર્થીઓ પાસેથી એકત્રિત કરાયેલી અને ભંગાર વાળા પાસેથી ખરીદ કરાયેલી પ્લાસ્ટિક બોટલો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના માધ્યમથી એક કમ્પાઉન્ડ વોલ આકાર લઇ રહી છે.આ અંગે હાલોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડૉ. મયુર પરમારે જણાવ્યું હતું કે આ અંગે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ પણ પ્રોજેક્ટ આગળ વધારવા માટે જરૂરી સહયોગ પણ પૂરો પાડ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!