AHAVADANGGUJARAT

Dang: આહવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું સફળ ઓપરેશન,એક મહિલાનાં પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તાર એવા ધૂળચોન્ડ ગામની મહિલા ઇતાઈબેન મધુભાઈ ગાવીતને છેલ્લા બે ત્રણ વર્ષથી માસિકમાં તકલીફ અને  પેટમાં  સતત દુઃખાવો ઉપડતો હતો.જેના કારણે જમવાનું બરાબર પચતુ ન હતુ.બાદમાં ધીરે-ધીરે તેણીનું પેટ મોટુ  થતુ હતુ.અને દુખાવો પણ વધી રહ્યો હતો.પેટમાં ગાંઠને કારણે પીડાઈ રહ્યા હતા.તેઓની પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પરિવાર દ્વારા  અંતે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા હોસ્પિટલનાં ગાયનેક વિભાગનાં નિષ્ણાત ડૉ ધારાબેન પટેલ  દ્વારા ભારે જહેમત બાદ આ મહિલાનાં પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરતા મહિલાને હાશકારો થયો છે.આ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી જ્યાં જોવા જઈએ તો આવા ઓપરેશનમાં કદાચ લાખો રૂપિયા પ્રાઇવેટ દવાખાનામાં ખર્ચવાનો વારો આવતો હોય છે. પરંતુ  આ મહિલા માટે તો આહવા સિવિલ હોસ્પિટલનું ગાયનેક વિભાગ જીવાદોરી સમાન સાબિત થતા દર્દી મહિલા અને પરિવાર દ્વારા સ્ટાફ અને ડોક્ટરનો  હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!