MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતે ૮૧.૫૮ કરોડના ખર્ચે નટરાજ ફાટક રેલ્વે ઓવરબ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું

મોરબી ખાતે ૮૧.૫૮ કરોડના ખર્ચે નટરાજ ફાટક રેલ્વે ઓવરબ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું

ઓવરબ્રિજના નિર્માણ થકી મોરબીની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને આવનારી પેઢી વર્ષો સુધી આ કાર્યને યાદ રાખશે

રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા ગુણવત્તાસભર અનેક વિકાસ કાર્યો થાય તે માટે સરકાર કટિબદ્ધ મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા નટરાજ ફાટક પર ૮૦ કરોડના ખર્ચે આકાર લેશે અદ્યતન રેલ્વે ઓવરબ્રિજ

 

મોરબી ખાતે ૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નટરાજ ફાટક રેલ્વે ઓવરબ્રિજ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકામાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મોરબી નગરપાલિકાના વિવિધ વોર્ડમાં મંજૂર થયેલા સી.સી. રોડના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અનેક ભગીરથ વિકાસ કાર્યો આકાર લઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. મોરબીમાં અદ્યતન રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ થવા જઇ રહ્યું છે જેના નિર્માણ થકી મોરબીની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને આવનારી પેઢી વર્ષો સુધી આ કાર્યને યાદ રાખશે.
મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો આકાર લઈ રહ્યા છે અને આગામી સમયમાં કરોડોના વિકાસના કામો થાય તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ. તમામ વિકાસ કામો ગુણવત્તા સભર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયંતિભાઈ કાવડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકાના સયુંકત ઉપક્રમે મોરબીમાં નિર્માણાધીન ઓવરબ્રિજ થકી મોરબી શહેરને જે નવલું નજરાણું મળવા જઈ રહ્યું છે તેનાથી મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા હલ થશે.
મોરબી શહેરી વિસ્તારમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી વાંકાનેર-મોરબી-નવલખી રેલ્વે લાઈન પર આવેલ LC-31 (નટરાજ ફાટક) પર ૮૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ તથા મોરબી નગરપાલિકા હસ્તક ૧૫માં નાણાંપંચ અન્વયે ૦.૯૩ કરોડના ખર્ચે અવની ચોકડીથી ચકિયા હનુમાનજી મંદિર સુધીના સી.સી. રોડ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે ૦.૨૫ કરોડના ખર્ચે વોર્ડ નં ૧, ૮, ૯, ૧૦ અને ૧૧માં સી.સી. રોડ (પેકેજ-૧), ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે ૦.૧૪ કરોડના ખર્ચે વોર્ડ નં ૨, ૩ અને ૪માં સી.સી. રોડનું કામ (પેકેજ-૨) અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે ૦.૨૬ કરોડના ખર્ચે વોર્ડ નં ૫, ૬, ૭, ૧૨ અને ૧૩માં સી.સી. રોડનું કામ (પેકેજ-૩) મળી ૮૧.૫૮ કરોડના વિકાસ કાર્યો નિર્માણ પામનાર છે.


આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મોરબી નિવાસી અધિક કલેકટરશ્રી તેમજ મોરબી નગરપાલિકાના વહીવટદારશ્રી એન.કે. મુછારે કર્યું હતું. આભારવિધિ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરશ્રી હિતેશ આદ્રોજાએ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, કાલાવડ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, સહકારી અગ્રણીશ્રી મગનભાઈ વડાવિયા, અગ્રણી સર્વશ્રી રણછોડભાઈ દલવાડી, નરેન્દ્રસિંહ ઝાલા, લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, જેઠાભાઈ મિયાત્રા, કે.એસ. અમૃતિયા તેમજ સ્થાનિક પદાધિકારીશ્રીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં મોરબીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!