HALOLPANCHMAHAL

હાલોલ:નોબેલ હાઈજીન કંપની દ્વારા સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો,સીટબેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ અપાયુ

તા.૯.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ની મસવાડ જી.આઇ.ડી.સી ખાતે આવેલ નોબેલ હાઈજીન કંપની દ્વારા 52માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આ કંપનીના એમ્પ્લોય દ્વારા મસવાડ જી.આઇ.ડી.સી ની ચોકડી ખાતે ઉભા રહી રસ્તે આવતા જતા બાઈક સવારને હેલ્મેટ ન પહેર્યું હોવાથી એક ગુલાબનું ફૂલ આપી તેમની સેફટી માટે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે તેની સમજ આપવામાં આવી હતી.તેવી જ રીતે ગાડી સવાર ને પણ ઉભા રાખી તેમણે પણ ગુલાબનું ફૂલ આપી સીટબેલ્ટ પહેરવા અનુરોધ કરાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આજકાલ બાયપાસ ઉપર ખૂબ જ અકસ્માતો થતા હોય છે જેમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે જેથી આ વાતને ગંભીરતાથી લોકો સમજે અને બાઈક સવાર હેલ્મેટ અને ગાડી સવાર સીટબેલ્ટ પહેરે તથા બીજા ઘણા બધા સેફટી ના મુદ્દાઓ ધ્યાનમાં રાખે તે માટે નોબેલ હાઈજીન કંપની દ્વારા લોકોને માહિતી આપવા માટે સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!