GUJARATSAYLASURENDRANAGAR

ધજાળાના નાગડકા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો, બે આરોપી રફુચક્કર

તા.17/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધજાળાના નાગડકા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો, બે આરોપી રફુચક્કર
વિદેશી દારૂની બોટલો નંગ 1584 કિ.રૂ.5,72,700 તથા બીયર ટીન નંગ 68 કિ.રૂ.6,800 એમ મળીને રૂ.5,79,500 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી ડી ચુડાસમા, વિજયસિંહ ચૌહાણ, અજયસિંહ ઝાલા, ખોડાભાઈ રંગપરા, સંજયભાઈ ડાભી સહીત સમગ્ર પોલીસ ટીમ સાથે નોલી ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નોલી ગામથી નાગડકા ગામ તરફ જવાના સીમ વિસ્તારમાં કાચા રસ્તા ઉપર આવેલ આરોપી પુનાભાઇ મેરાભાઇ રબારી રહે નોલી સાયલા વાળાની વાડીમાંથી ગેરકાયદેસર પાસપરમીટ વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૧૫૮૪ જેની કિ.રૂ.૫,૭૨,૭૦૦ તથા બીયરના ટીન નંગ ૬૮ કિ.રૂ.૬૮૦૦ મળી કુલ કિ.રૂ.૫,૭૯,૫૦૦ નો જથ્થો પકડી પાડી ફરાર આરોપી પુનાભાઇ મેરાભાઈ રબારી રહે નોલી સાયલા, ગૌતમભાઇ દીલુભાઇ કાઠી દરબાર રહે નોલી સાયલા વિરુધ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!