GIR GADHADAGIR SOMNATH

ચેક રિટર્ન કેસ કેસમાં આરોપીને એક વર્ષની સજા અને 3 લાખનું વળતર ચૂકવવા ગીર ગઢડા કોર્ટનો આદેશ

વાત્સલ્યમ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૪

ચેક રિટર્ન કેસ કેસમાં આરોપીને એક વર્ષની સજા અને 3 લાખનું વળતર ચૂકવવા ગીર ગઢડા કોર્ટ નો આદેશ

રૂપિયા ત્રણ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી ડાયાભાઈ મેપાભાઇ પરમાર રહેવાસી વડલી વાળાને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ₹3 લાખ ચૂકવવા નો હુકમ કર્યો છે અને વળતર નહિ ચૂકવે તો વધુ 3 માસ ની કેદ ની સજા નો આદેશ કર્યો છે

આ કેસ ની વિગત વિગત મુજબ ફરિયાદી કલ્પેશભાઈ ઉકાભાઇ સાખટ રહેવાસી કાધી હાલ ઉના વાળા પાસે થી આરોપી ડાયાભાઈ મેપાભાઈ પરમારે મિત્રતા ના સબંધે 3 લાખ રૂપિયા ઉછીના લીધેલ હતા આ રકમ પરત ચૂકવવા આરોપી એ 3 લાખ નો ચેક આપેલો જે રીટન થતાં કલ્પેશભાઈ એ આરોપી ડાયાભાઈ ને તેનાં એડવોકેટ મારફત લીગલ નોટિસ આપી હતી તેમ છતાં રકમ ન ચૂકવતાં ગીર ગઢડા ની જ્યુડી. મેજી.(ફ. ક.) ની કોર્ટ માં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા ફરિયાદી તરફે ગીર ગઢડા નાં યુવા એડવોકેટ સલમાન વી બ્લોચ દ્વારા ધારદાર દલીલો કરી અને બચાવ પક્ષ દ્વારા કોઈ ઠોસ પુરાવો રજૂ ન કરી શકતા દલીલો તથા રજૂ રાખેલ પુરાવા તથા ઉચ્ચ તથા વડી અદાલતો નાં પ્રતિ પાદિત સિદ્ધાંતો ને માન્ય રાખી અને કોર્ટે આરોપી આરોપી ડાયાભાઈ મેપાભાઈ પરમાર ને તકસીરવાન ઠરાવી 1 વર્ષ ની સાદી કેદ ની સજા કરવાનો હુકમ કર્યો હતો તેમજ ચેક ની રકમ 3 લાખ એક માસ માં ફરિયાદી ને વળતર તરીકે ચૂકવી આપવાં અને જો આરોપી વળતર ની રકમ ન ચૂકવે તો 3 માસ સાદી કેદ ની સજા ફરમાવતો હુકમ ગીર ગઢડા કોર્ટે ફરમાવ્યો હતો

આ કેસ માં ફરિયાદી તરફે ગીર ગઢડા નાં એડવોકેટ સલમાન વી બ્લોચ તથા આર એલ ચૌહાણ રોકાયેલા હતા

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!