દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી કાંતિભાઈ પગીના પરિવારને જાણે પગ મળ્યા

 

 

 

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી કાંતિભાઈ પગીના પરિવારને જાણે પગ મળ્યા

કાંતીભાઈ જેવા સન્માનપૂર્વક જીવન ગાળી શકે તે અર્થ મક્કમ ગુજરાત સરકાર

સરકાર દ્વારા દિવ્યાંગથી દિવ્યાંગ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માન પૂર્વક જીવી શકે તે હેતુથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. દિવ્યાંગ યોજના અંતર્ગત, જ્યારે દિવ્યાંગ વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે છે, ત્યારે દંપતીના બંને શખ્સોને રૂ. 50,000 – રૂ. 50,000 લેખે કુલ રૂ. 100,000 / – સહાય માટે જયારે દિવ્યાંગ વ્યક્તિના સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાના કિસ્સામાં રૂ. 50,000 આપવામાં આવે છે.

આવા જ એક મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વખતપુર ગામના દિવ્યાંગ પગી કાંતિભાઈના પિતા પગી બાબુભાઇ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે,તેઓનો પરિવારમાં તેઓ સાત સભ્ય રહે છે અને તેઓ છુટક મજૂરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે.જ્યારે વાત લગ્નની આવે ત્યારે તેઓને ઘર ચલાવું પણ મુશ્કેલ બનતું હોઈ એવામાં તેમના દીકરાના લગ્ન કરવાનું તેઓ માટે વિચારવું પણ મુશ્કેલ હતું.એવામાં સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મળતા તેઓનું ભારણ ઓછું થયું અને આ સહાય થકી તેમના દીકરા પગી કાંતિભાઈ કે જેઓ માનસિક બિમારી ધરાવે છે તેઓ સમાજમાં સન્માન પૂર્વક લગ્ન કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આમ,સરકારની આ યોજના થકી તેઓની જિંદગીમાં ખુશહાલી આવી જેથી તેઓ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારના મહીસાગર જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....