GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે જાદુગર મંગલ દ્વારા લોકોને મતદાન કરવા જવા માટે અપીલ કરી 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા ખાતે જાદુગર મંગલ દ્વારા લોકોને મતદાન કરવા જવા માટે અપીલ કરી

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે જાદુગર મંગલ તેમજ તેમના પુત્ર યુવરાજ દ્વારા આગામી 7 મેના રોજ મતદાન થવા જય રહ્યું છે તો લોકોને જાદુગર મંગલ દ્વારા દસ મિનિટ દેશ માટે મતદાન અવશય કરીયે તેવો સંદેશ આપ્યો હતો

જાદુગર જુ. મંગલના પોતાના જાદુના ઈતિહાસની શરુઆત ઈ.સ. ૧૮૯૧ થી વિશ્વના મહાન જાદુગર મહમ્મદ છેલના પરિવારથી ચાલી રહી છે. તેમના પછી આવ્યા પ્રોફેસર ચુડાસમાં, જી.આર. ચુડાસમાં, જુનિયર ચુડાસમાં, સીનીયર મંગલ અને અંતમાં આજના જાદુસમ્રાટ જુ. મંગલ અને તેમના પુત્ર મેજીશ્યન યુવરાજ.

જુ. મંગલ આજે વિશ્વના સૌથી મોટા અને મહાન જાદુગર છે. તેઓએ

ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. જાદુગર જુ. મંગલ ને ઘણા બધા દેશોએ એવોર્ડ

વડે સન્માનિત કર્યા છે. સૌથી પહેલા ઈ.સ. ૧૯૮૫ માં તેમને મેજીશ્યન ગૃપ ઓફ

જાપાન-ટોકિયો ના તરફથી “બેસ્ટ મેજીશ્યન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા. અને ત્યાર બાદ ઈ.સ. ૧૯૯૩ માં “એશિયન ફાસ્ટ મેજીશ્યન”નો એવોર્ડ તેમને મેજીશ્યન ગૃપ ઓફ ઓસ્ટ્રેલીયા તરફથી આપવામાં આવ્યો. અને પછી

૧૯૯૬ માં બી.બી.એસ. મેજીશ્યન ગૃપ ઓફ અમેરીકા તરફથી “કિંગ ઓફ

મેજીક” એવોર્ડ અને “ઈન્ટરનેશનલ એવોર્ડ” પણ તેમણે પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત

ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ઘણા રાજયોએ

તેમને એવોર્ડથી સન્માનિત કર્યા છે.

જાદુગર યુવરાજ જુ. મંગલના એક ના એક પુત્ર છે કે જેમણે કેનેડામાં એરોનોટીકલ એન્જીનીયરીંગ ૨૦૦૪ માં પુર્ણ કરીને જાદુની દુનિયામાં પગ માંડતા જ કેનેડામાં “બેસ્ટ યંગેસ્ટ ઈલ્યુઝનીસ્ટ ઓફ યર ૨૦૦૪” એવોર્ડ જીત્યો અને ત્યાર બાદ ૨૦૦૮ માં કોરીયામાં “ધ માસ્ટર મેજીશ્યન ઓફ ધ વર્લ્ડ”નો એવોર્ડ હાંસલ કર્યો અને હાલમાં “ધ ફાસ્ટેસ્ટ મેજીશ્યન ઓફ ધ યર ૨૦૧૦” નો એવોર્ડ અમેરીકા (લાસ વેગાસ) માં મેળવ્યો છે.

જાદુગર જુ. મંગલ ની જાદુઈ દુનિયા નો મેજીક શો નોન-સ્ટોપ ત્રણ કલાક નો દિલધડક ખેલ હોય છે. અને અલ્ટ્રા ડીજીટલ સાઉન્ડ સીસ્ટમ અને મોર્ડન લાઈટીંગ ઈફેક્ટ્સ નો સમન્વય હોય છે આ ઉપરાંત અદ્ભુત ભવ્ય ડ્રેસીંગ અને ભવ્ય સેટ સાથે ૮૦ મોટી જાદુઈ આઈટમો સાથે આ સૌની સાથે ત્રણ કલાક સુધી ખતરનાક જાદુઈ શો નું પ્રદર્શન કરે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!