PANCHMAHALSHEHERA

રાજ્યકક્ષાનું 10 મું ઈન્સ્પાયર માનાંક એવોર્ડ પ્રદર્શનમાં પંચમહાલ જિલ્લાની 4 શાળાઓના પ્રોજેક્ટનું સુરત ખાતે 23 થી 25 જાન્યુઆરી 2023 દરમિયાન ઉત્કૃષ્ઠ નિદર્શન યોજાયું

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

જે અંતર્ગત ગુજરાત રાજ્ય કક્ષાએ પંચમહાલ જિલ્લાનું નેતૃત્વ કરનાર 3 પ્રાથમિક તેમજ 1 માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોની મહેનત રંગ લાવી હતી. પ્રાથમિક વિભાગમાં વાંસિયા પ્રાથમિક શાળા, તા.ગોધરા, બાળ વૈજ્ઞાનિક કૃતિકાબેન તેમજ માર્ગદર્શક શિક્ષક રાઠોડ નિતેશ ખુમાનસિંહ, નવા વલ્લવપુર પ્રાથમિક શાળા, તા.શહેરા

બાળ વૈજ્ઞાનિક કાર્તિકાબેન તેમજ માર્ગદર્શક શિક્ષક ગામીત દર્શના દાઉદભાઈ અને ચાંપાનેર પ્રાથમિક શાળા, તા.હાલોલ બાળ વૈજ્ઞાનિક સિદ્ધરાજસિંહ તેમજ માર્ગદર્શક શિક્ષક વરિયા કિરીટકુમાર રમણલાલ વગેરે તેમજ માધ્યમિક વિભાગમાં શ્રી રાજશ્રી કૃપા વિદ્યાલય, તા.શહેરાના બાળ વૈજ્ઞાનિક હર્ષ તેમજ માર્ગદર્શક શિક્ષક તેમજ આચાર્ય ક્રિષ્ણપાલસિંહ એસ. પરમાર વગેરેએ સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ઉપરોક્ત તમામ બાળ વૈજ્ઞાનિકો તેમજ શિક્ષકો અને આચાર્યોએ રાજ્યકક્ષાએ ભાગ લઈ પોતાના પ્રોજેક્ટનું ઉત્તમ પ્રદર્શન કરવા બદલ તેમજ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ ટીમને પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડીનેટર, શહેરા તેમજ જૂની પાદરડી પ્રા.શાળાના મદદનીશ શિક્ષક ડૉ.કલ્પેશ આર.પરમારે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ પોતાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે ખૂબ પ્રગતિ કરી સમાજ ઉપયોગી પ્રોજેક્ટ બની રહે તે માટે હદયપૂર્વક શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવી રાજીપો અનુભવ્યો હતો.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!