HALOLPANCHMAHAL

હાલોલ પંથકમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન, શાનથી કરાઈ.

તા.૨૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગર સહીત પંથકમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન, શાન,થી રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમજ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર જવાનોને યાદ કરી કરવામાં આવી હતી.હાલોલ તાલુકા કક્ષાનો 74 પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાલોલ તાલુકાના ઉજેતી ખાતે હાલોલ પ્રાંત અધિકારી ડો.મયુરભાઈ પરમારની અધ્યક્ષતામાં તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતી માં યોજાયો હતો. આ પ્રસંગે તેમને રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા દેશ વીર જવાનો ને યાદ કરી પ્રજાસત્તાક પર્વનો મહિમા જણાવતા કહ્યું હતું કે,આપણો દેશ આઝાદીના અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે.આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે.મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આપણે સૌ આ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના યોગદાનને ગૌરવ પૂર્વક યાદ કરી પર્વની ઉજવણી કરીએ તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે તાલુકાના સરકારી કર્મચારીઓ તેમજ તાલુકાના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જયારે હાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર એન.કે.મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કચેરી ના કર્મચારીઓ સહીત શાળા બાળકો સહીત નગરજણો ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા દ્વારા ધ્વજ ફરકાવામાં આવ્યો હતો.જયારે હાલોલ નગર પાલીકા ખાતે પાલીકા પ્રમુખ શીતલભાઈ પટેલ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.તેમજ યાત્રાધામ પાવાગઢ ના ઐતિહાસિક કિલ્લા ઉપર હાલોલ નાયબ મામલતદાર અનિલ.આર. રાવલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું. જયારે પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન માં કાલિકા મંદિર ખાતે પણ આ વર્ષે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે હાલોલનાં કંજરી ગામે આવેલ કુમાર શાળા અને બુનિયાદી શાળા ખાતે કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસિંહજી પરમારે ઘ્વજ વંદન કર્યું હતું જ્યારે હાલોલની તમામ સરકારી તેમજ સહકારી સંસ્થાઓ માં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું. આમ 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન, શાન,થી હાલોલ પંથકમાં કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!