RAJKOTVINCHCHHIYA

મંત્રીની હોસ્ટેલમાં ‘દીકરીનું શોષણ કરી મોતને ઘાટ ઉતાર્યાનું લાગે છે’ : કોળી આગેવાનનો આક્ષેપ

વીંછિયા તાલુકાના છાસીયા ગામની કાજલ મુકેશભાઈ જોગરાજીયા મંત્રી કુંવરજી બાવળિયાના શૈક્ષણિક સંકુલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. 23 જાન્યુઆરીના રોજ કાજલે આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતું. જોકે, આ બનાવમાં હવે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ કાજલના મોતને શંકાસ્પદ ગણાવ્યું છે. તેઓએ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સચોટ કારણ અને સંપૂર્ણ તપાસ થાય તેવી માગ કરી છે. મુકેશભાઈએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, દીકરીનું શોષણ કરી મોતને ઘાટ ઉતારી હોય તેવું મને લાગે છે.

મુકેશભાઈએ પત્રમાં જણાવ્યું છે કે, કાજલ કુંવરજીભાઈ બાવળિયાના શૈક્ષણિક સંકુલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. અચાનક 23 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે મુકેશભાઈ જોગરાજીયાને કુંવરજીભાઈએ પોતે જ ટેલિફોનિક જાણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમે વીંછિયા સરકારી દવાખાને આવો. આ બાદ તેઓએ બીજી કોઈ વાત કરી ન હતી. આથી રાત્રિના સમયે હું અને મુકેશભાઈ જ્યારે વીંછિયા સરકારી દવાખાને પહોંચ્યા તો ત્યાં મારી દીકરી મૃત હાલતમાં પડી હતી.

મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, બાદમાં મને મૌખિક જાણ કરવામાં આવી કે, તમારી દીકરીએ કુંવરજી બાવળિયાની આદર્શ માધ્યકિમ શાળાના સંકુલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જેથી મુત્યુ થયું છે. પરંતુ જ્યાં મુત્યુ થયું ત્યાં નથી તો પોલીસ પહોંચી કે નથી અમને જાણ કરી બોલાવવામાં આવ્યા, ડાયરેક્ટ સરકારી દવાખાને લઈ જઈને પોલીસ અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેની માત્ર મૌખિક વાત કરવામાં આવી હતી. આ અંગે નથી કોઈ પુરાવા કે વીડિયો ફૂટેજ, અમારી દીકરીએ કોના ડરથી કે કોના ત્રાસથી આવું પગલું ભર્યું તે અંગે અમને સચોટ માહિતી પણ આપવામાં આવી નથી.

મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આથી અમને અમારી દીકરીને ખૂબ જ ત્રાસ આપ્યો હોય અથવા તો દીકરીઓનું શોષણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય એવું અમને લાગે છે. કારણ કે ત્યાં બનાવના સ્થળે તે સમયે મીડીવાવાળાને પણ જવા દેવામાં આવ્યા ન હતા. પરિવારજનોને પણ ત્યાં મૃતક પાસે સ્થળ પર લઈ જવામાં આવ્યા નથી. જેથી કરીને અમને આ કાજલનું કરૂણ મોત શંકાસ્પદ લાગે છે. જેથી કરીને આ ઘટના પાછળનું સચોટ કરણ અને સંપુર્ણ તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે.  આ સિવાય આ શૈક્ષણિક સંકુલમાં અગાઉ પણ બે દીકરીઓ આજ રીતે મૃત્યુ પામી હોય તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી. જેથી કરીને અમારી એક જ માગ છે કે, આ ઘટનામાં કોઈ પણ આરોપી હોય કે પછી કોઈ અધિકારી મારફતે આ ઘટનાને રફેદફે કરવામાં આવેલ હોય તેને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માગ છે. સાથોસાથ આ તપાસ કોઈ ઉચ્ચ અધિકારીનેને સોંપવામાં આવે એવી અમારી આપ સાહેબને લેખિતમાં માગ છે. જો મોતનું સાચુ કારણ નહીં મળે તો અમે ન્યાય માટે ઉપવાસ, ધરણા કરીશું.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!