OLPAD

ઓલપાડ જીન કેમ્પસમાં સહકાર સમરસ સંમેલનમાં દ્વિવિધ કાર્યક્રમ યોજાશે 

વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોળા – ઓલપાડ
ઓલપાડ જીન કેમ્પસમાં આજે રવિવાર,તા.૨૯ ના રોજ સહકાર સમરસ સંમેલનમાં દ્વિવિધ કાર્યક્રમ યોજાશે
      ઓલપાડ  :   ઓલપાડ જીન કેમ્પસમાં આજે રવિવાર,તા.૨૯ ના રોજ સવારે-૯:૩૦ કલાકે ભારત સરકારના કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ,જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય સહકારી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સહકાર સમરસ સંમેલન’ યોજાશે.આ સમારોહમાં જિલ્લાના સહકારી અગ્રણી અને ઓલપાડ તાલુકાના સિથાણ ગામના સપૂત સ્વ. વ્રજલાલ પટેલ(બાબુકાકા)ઉપર લિખિત પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત ધી પુરૂષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી ના જહાંગીરપુરા,ઓલપાડ અને સાયણ સેન્ટર ઉપર રૂ.૨.૫૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ વિકાસ કામોનું ઈ-ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે.
           સુરત જિલ્લાના સહકારી અગ્રણી અને ધી પુરૂષોત્તમ ફાર્મર્સ સહિત ઓલપાડ કોટન મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલ(કદરામા)તથા સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઈ પટેલે (દેલાડ)અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃધ્ધિ’ના સ્વપ્નને સાકાર કરવા અને સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિને વધુ મજબુત કરવા તેમજ નવી પેઢીના સહકારી કાર્યકર્તાઓમાં સહકારની ભાવના વિકસે તેમજ સિથાણના સહકારી સપૂત સ્વ.વ્રજલાલ પટેલ(બાબુકાકા)ના જીવનથી તેઓ પ્રેરિત થાય તે માટે ઓલપાડ જીન કેમ્પસ મુકામે રવિવાર,તા.૨૯ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ગુજરાત ભાજપ સહકાર સેલના અધ્યક્ષ અને ગુજકોમાસોલના ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘સહકાર સમરસ સંમેલન’ યોજાનાર છે.આ સંમેલનમાં સુરત જીલ્લાના ગાંધીવાદી,પીઢ અને નિષ્ઠાવાન સહકારી અગ્રણી સ્વ.વ્રજલાલ પટેલ(બાબુકાકા) ઉપર રમેશભાઈ માછી લિખિત “સહકારનો વડલો” પુસ્તકનું લોકાર્પણ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ અને બિપિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સિવાણના મંગુભાઈ પટેલ,દેલાડના બાબુભાઈ પટેલ અને કુડસદના છીતુકાકાના હસ્તે થનાર છે.
     જયારે આ કાર્યક્રમમાં દેશની આઝાદી પૂર્વેથી કાર્યરત સહકારી ક્ષેત્રની સૌથી જુની સંસ્થા ધી પુરૂષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી ના ઓલપાડ સેન્ટર ઉપર રૂ.૯૯.૫૫ લાખના ખર્ચે ઓપન શેડ,રૂ.૨૯.૮૯ લાખના ખર્ચે સી.સી.રોડ તથા રૂ.૨૪.૮૩ લાખના ખર્ચે ગોડાઉન રીપેરીંગ તથા સાયણ સેન્ટર ઉપર રૂ.૨૪.૨૫ લાખના ખર્ચે સી.સી. રોડ,રૂ.ર.૧૦ લાખ ના ખર્ચે ગોડાઉન રીપેરીંગ તેમજ જહાંગીરપુરા સેન્ટર ઉપર રૂ.૬૦ લાખના ખર્ચે નવું ગોડાઉન અને રૂ.૧૮.૩૨ લાખના ખર્ચે સી.સી.રોડ મળી કુલ રૂપિયા ૨,૫૮,૯૬,૦૮૦ ના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોનું ઈ-ભૂમિપૂજન કાર્યક્રમ પણ યોજાશે.
        આ સંમેલનમાં સહકારી અગ્રણીઓ પૈકી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઇ પટેલ,સુમુલ પ્રમુખ માનસિંહભાઈ પટેલ,સુ.ડી.બેંક ચેરમેન નરેશભાઈ પટેલ,ચોર્યાસી ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહેનાર હોવાથી સંસ્થાના પ્રમુખ મનહરભાઈ પટેલ, ઉપપ્રમુખ જે.ડી.પટેલ, સુમુલ ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ)તથા સિથાણ સહકારી મંડળીના પ્રમુખ અનિલ પટેલ તરફથી સંસ્થાની સલગ્ન મંડળીના સભાસદો અને ખેડૂતોને આ બંન્ને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કર્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!