OLPADSURAT

ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળામાં આરોગ્ય વિષયક વક્તવ્ય યોજાયું

ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળામાં આરોગ્ય વિષયક વક્તવ્ય યોજાયું
               એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારનાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળા ક્રમાંક- 187 નાનીવેડ ખાતે ‘ઉજાશ ભણી’ કાર્યક્રમ હેઠળ વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ છે.
               સદર કાર્યક્રમ અંતર્ગત 24 ફેબ્રુઆરીનાં રોજ ‘આરોગ્યપ્રદ જીવનશૈલીની રીતો’ વિષય પર ડૉ. અભિષેક મુખરજીએ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું. આ તકે તેમણે બાળકો સાથે આરોગ્ય વિષયક પરસ્પર ચર્ચા હાથ ધરી હતી.
               કાર્યક્રમમાં મોટીવેટર તરીકે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ શાળાનાં આચાર્ય તથા સ્ટાફગણનાં કેતનભાઈ દ્રારા ડૉ. અભિષેક મુખરજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપશિક્ષક કાંતિભાઈ પટેલનાં હસ્તે આ સેવાભાવી વક્તાને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!