JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર શાળા નં -૧૮ અને ૧૯ માં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

જામનગર શાળા નં -૧૮ અને ૧૯ માં સંયુક્ત રીતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતમાતાનું પૂજન, ધ્વજ વંદન ઉજવણી  કરવામાં આવી હતી. શાળા નં-૧૯ના  મુખ્ય શિક્ષક દીપા મહેતાએ શાબ્દિક સ્વાગત  અને શાળા નં-૧૮ ના  મુખ્ય શિક્ષક દીપક પાગડા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લાયન્સ કલબ ઇસ્ટના પ્રમુખ દિપકભાઇ પાનસુરિયા અને નિરવભાઇ વાડોદરિયા  પ્રાસંગિક ઉદબોધન આપી શાળાની કામગીરી બિરદાવી હતી અને શાળા માટે હરહંમેશ મદદ કરવાં સદા તત્પર રહેશે તેવી ભાવના પ્રગટ કરી હતી. આ કાર્યક્રમમાં દાતાશ્રી ગણપતભાઇ લાહોટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેનારને પુરસ્કાર અને તમામ બાળકોને મિઠાઇ આપવામાં આવી. પ્રહલાદભાઇ ઝવર અને પુષ્પાબેન ઝવર દ્વાર શાળા-૧૮ની દીકરીઓને સ્વેટરનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી. બી.આર.સી. ભવન દ્વારા  એન.એમ.એમ.એસ. રાજય મેરીટમા સ્થાન પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર  આપવામા આવ્યા હતા, લોક કલ્યાણ કેન્દ્રના શૈલેશભાઇ અને વિજયભાઇ તથા લાયન સભ્ય ભરતભાઇ વાદી, મનુભાઇ ભનસાણી અને  કાનાણી,  ઉપસ્થિતિ રહયા હતાં. એક સલામ દીકરીને નામ થીમ ઉપર સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ એકપાત્ર અભિનયમાં જામનગર શહેરનું નેતૃત્વ કરનાર શાળાની દિકરી દેવાંશી પાગડાના હસ્તે ધ્વજ વંદન અને તેની કૃતિ, કેશવીબેન કંડોરિયા દ્વારા કોરિયોગ્રાફ કરેલ ટીપણી રાસ અને દેશવીરો વિશે વક્તવ્ય જેવી વિવિધ સાસ્કૃતિક કૃતિઓ‌ રજુ કરી હતી. શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. મુખ્ય શિક્ષક દીપક પાગડા તમામ દાતાશ્રીઓને ધન્યવાદ આપી આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષક  હમીર ભાટુ અને આભારવિધી રંજનબેન નકુમે  કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!