JETPURRAJKOT

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલને ‘‘શ્રેષ્ઠ જિલ્લા હોસ્પિટલ’’નો એવોર્ડ એનાયત

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજયસરકાર દ્વારા રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલને ‘‘શ્રેષ્ઠ જિલ્લા હોસ્પિટલ’’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા નાગરિકોને ગુણવતાસભર આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવી રહી છે. જેના ફળસ્વરૂપ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા હોસ્પિટલમાંથી સૌથી વધારે અને સારી કુટુંબ નિયોજનને લગતી (PPIUCD- postpartum intrauterine contraceptive devices) કામગીરી કરવા બદલ રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલને શ્રેષ્ઠ જિલ્લા હોસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે બદલ સમગ્ર સ્ટાફે ગૌરવની લાગણી અનુભવી હતી અને આ જ રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે પ્રસૂતિની કામગીરીમાં દર માસે નિરંતર વધારો જોવા મળી રહ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!