HALOLPANCHMAHAL

હાલોલ- મસવાડ જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ મથક શરૂ કરવા આવેદનપત્ર

તા.૧.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલની મસવાડ જીઆઇડીસી ખાતે એક અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તેને અનુલક્ષીને મસવાડ જી.આઈ.ડી.સી એસોસિએશન દ્વારા હાલોલ ડી.વાઇ.એસ.પી વી.જે.રાઠોડ તેમજ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. પંચમહાલ જિલ્લામાં ઓદ્યોગિક હબ ગણાતા હાલોલ-૨ અને મસવાડ જીઆઇડીસી ખાતે હાલમાં આશરે ૫૦૦થી વધુ નાના મોટા એકમો કાર્યરત છે જેમાં ભૂતકાળમાં અવારનવાર નાની મોટી ચોરી,લૂંટફાટ,ધમકી અને મારામારીના બનાવો બનેલ છે.અને હાલમાં પણ આવી ઘણીવાર ઘટનાઓ જોવા મળી છે. જે હાલમાં ચાલુ ઉદ્યોગ તેમજ જેમનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે તેમને આવી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તેમજ ત્યાં થતા એક્સિડન્ટ જેવી ઘટનાઓ બને છે તે દરમિયાન લોકોને ક્યાં પોલિસ સ્ટેશન ની હદ લાગે છે અને ક્યાં પોલીસ સ્ટેશન માં જવું એ બાબતે લોકો માં ઘેર સમજ ઉભી થતી હોય છે જે અનુલક્ષીને હાલોલ-2 અને મસવાડ જીઆઇડીસી એસોસિએશન ના પ્રમુખ વિજયભાઈ પટેલ ,ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ ,મહામંત્રી પ્રતિકભાઈ વરિઆ તેમજ એસોસિએશન ના બીજા હોદ્દેદારોની ઉપસ્થિતિ માં ડીવાયએસપી વી.જે.રાઠોડ અને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.એ.જાડેજા ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!