NANDODNARMADA

વ્યજખોરીનું દૂષણ ડામવા પોલીસની પહેલ : રાજપીપળા ખાતે લોન મેળાનું આયોજન કરાશે

વ્યજખોરીનું દૂષણ ડામવા પોલીસની પહેલ : રાજપીપળા ખાતે લોન મેળાનું આયોજન કરાશે

નર્મદા જિલ્લાના અંબુભાઇ પુરાણી મહાવિધાલય રાજપીપલા ખાતે લોન/ધિરાણ મેળો યોજાશે

જરૂરીયાતમંદ નાગરીકોને લોન/ધિરાણ મેળાનો લાભ લેવા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકનો અનુરોધ

રાજપીપલા : જુનેદ ખત્રી

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બેન્કો મારફતે ખુબ જ ઓછા વ્યાજના દરે ધિરાણ તેમજ આ ધિરાણની સાથે સબબીડી પણ આપવામાં આવે છે. જરૂરીયાતમંદ પ્રજાજનોને કેટલાંક કિસ્સામાં આ પ્રકારની લોન કયાંથી મેળવવી તેનુ જ્ઞાન હોતું નથી જેના અભાવે આવા લોકો ખોટા વ્યાજખોરોની જાળમાં ફસાઇ જતા હોય છે.

આ પરીસ્થિતિનું નિર્માણ ટાળવા તેમજ સામાન્ય પ્રજાજનોને લોન/ધિરાણ સરળતા પુર્વક મળી રહે તેમજ જરૂરીયાતમંદ નાગરિકો વધુમાં વધુ વ્યાજબી દરે લોન/ ધિરાણ મેળવી શકે તે માટે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ બેંકો તેમજ કચેરીના સહયોગથી તા.૦૬/૦૨/૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૦૯=૩૦ કલાકે અંબુભાઇ પુરાણી મહાવિધાલય રાજપીપલા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જરૂરીયાતમંદ નાગરીકોને જરૂરી દસ્તાવેજો સાથે ઉપરોકત લોન/ધિરાણ મેળાનો લાભ લેવા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજપીપલા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!