DASADASURENDRANAGAR

દસાડા જૈનાબાદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થા સહિત ઈનોવા કાર ઝડપાઈ.

તા.04/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂના ચપલા નંગ 720 કિ.રૂ.72,000 તથા ઈનોવા કાર કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.4,72,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

દસાડા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન વડગામ ત્રણ રસ્તાએ પહોંચતા ખાનગી બાતમી આધારે પીએસઆઇ એલ એચ ઠાકર,પો.હે.કો. વિજયસિંહ, સુરેશભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા એક સિલ્વર કલરની ટોયટા કંપનીની ઇનોવા ગાડી નં જીજે 01 કેસી 8815 વાળીમાં ગેરકાયદેસર પાસ પરમેન્ટ વગર વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરનાર છે જે ગાડીની વોચમાં ઊભા રહેતા બાતમી વાળી ગાડી નીકળતા ગાડી ઉભી રખાવતા ઉભી રાખેલ નહીં અને ગાડીનો ફિલ્મ હવે પીછો કરી પાછળ જતા વડગામથી દસાડા ગોપાલ હોટલથી જૈનાબાદ તરફ જતા કઠાડા ગામના બોર્ડ પાસે ગાડીનો ડ્રાઇવર સાઈડનુ ટાયર ફાટી જતા ગાડીનો ચાલક બાવળની કાંટમાં ભાગવામાં સફળ બન્યો અને હાથમાં આવેલ નહીં તે ગાડીમાં જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જેમાં વિદેશી દારૂના ચપલા નંગ 720 કિ.રૂ.72,000 તથા એક સિલ્વર કલરની ઇનોવા ગાડી કિ.રૂ.4,00,000 એમ કુલ મળીને કિ.રૂ.4,72,000 ના મુદ્દામાલ કબજે કરી ગાડીનો ચાલક આરોપી ગાડી મૂકી બાવળની કાંટમાં નાસી જઈ જે ગુનો દસાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!