NARMADA

ટ્રાઈબલ કિંગ ગ્રુપ દ્વારા જલારામ કુમાર છાત્રાલય, ડેડિયાપાડા ના વિદ્યાર્થીઓને આજ રોજ ધાબળા વિતરણ કરવામાં આવ્યા

તાહિર મેમણ : નમૅદા જિલ્લા ના ડેડિયાપાડા ખાતે જલારામ કુમાર છાત્રાલય કાર્યરત છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આદિવાસી સમુદાય ના છે. અહીંયા અનાથ બાળકો સાથે દૂર દૂર ગામડા થી ડેડિયાપાડા ભણવા આવતા બાળકો ને જમવાની સગવડ સાથે નિશુલ્ક રહેવાની પણ સગવડ આપવામાં આવે છે. ટ્રાઈબલ કિંગ ગ્રુપ ના સદસ્યો ને જાણ થતા બાળકો માટે શિયાળા ની ઋતુ મા ઠંડીનુ પ્રમાણ વધુ પડતુ હોઈ ધાબળાની ખરીદી કરી કુમાર છાત્રાલય ના છોકરાઓ ને નેત્રંગના વતની ઓમ વસાવા ના હસ્તે વિતરણ કરવામાં આવ્યા. છોકરા ભણી ગણીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે અને સમાજ નું પણ નામ રોશન કરે એ આશય સાથે બાળકો ને તથા ઠંડી થી રક્ષણ મળે એ હેતુ થી ધાબળા નું વિતરણ કરવા માં આવ્યું. ટ્રાઈબલ કિંગ ગ્રુપ ના સદસ્યો નું નામ પૂછતા એમને જણાવ્યું કે અમારા ગ્રુપ નું નામ જ અમારા બધા નું નામ છે અને એજ અમારી ઓળખાણ છે . શિયાળાની કડકડતી ઠંડીમાં સવારના સમયે ધાબળો ઓઢીને સૂઈ રહેવાની મજા કંઈક અલગ જ છે. પરંતુ એ ધાબળા પણ બધાયને નસીબ થાય તેવું જરૂરી નથી. ત્યારે આ ગ્રુપ દ્વારા આ સરાહનીય કામગીરી ખરેખર પ્રશંસનીય ગણવામાં આવી છે. તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આવા જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય મદદ માટે આગળ આવે .

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!