CHOTILACHUDADASADADHRANGADHRALAKHTARLIMBADIMULISAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADHWADHAWAN

સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર સુરક્ષા અધિકારી માટે ભરતી કેમ્પ યોજાશે.

તા.07/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારતીય સુરક્ષા કાર્ય દક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર સુરક્ષા અધિકારી માટે અલગ અલગ તાલુકામાં રજીસ્ટ્રેશન ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ ચોટીલા તાલુકાની શ્રી શેઠ જે. એસ.હાઈસ્કૂલ ,તા.૧૧ ફેબ્રુઆરીના રોજ ધ્રાંગધ્રા તાલુકાની શ્રી સર એ.હાઈસ્કૂલ, તા.૧૨ ફેબ્રુઆરીના રોજ પાટડી તાલુકાની શ્રી સુરજમલજી હાઈસ્કૂલ, તા.૧૩ ફેબ્રુઆરીના રોજ લીંબડી તાલુકાની શ્રી સર જે. હાઈસ્કૂલ, તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ચુડા તાલુકાની શ્રી સી.ડી.કપાસી હાઈસ્કૂલ, તા.૧૫ ફેબ્રુઆરીના રોજ લખતર તાલુકાની શ્રી સર જે. હાઈસ્કૂલ,તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સાયલા તાલુકાની સાર્વજનિક હાઇસ્કુલ,તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગરની શ્રી શેઠ એન.ટી.એમ.હાઈસ્કૂલ, તા.૧૮ ફેબ્રુઆરીના રોજ વઢવાણની શ્રી એમ. ટી.દોશી હાઇસ્કુલ, તા.૧૯ ફેબ્રુઆરીના રોજ થાનગઢ તાલુકાની શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલમાં રજીસ્ટ્રેશન ભરતી કેમ્પ રાખવામાં આવ્યો છે.આ ભરતી કેમ્પમાં જોડાવવા ઈરછુક ઉમેદવારે પોતાના તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝના ફોટા, આધાર કાર્ડ સાથે લઈ તાલુકા પ્રમાણે દર્શાવેલ તારીખ તથા સ્થળ પર સવારે ૧૦:૦૦ થી બપોરના ૪:૦૦ સુધી પહોંચવાનું રહેશે.વિશેષ આ ભરતી કેમ્પમાં સુરક્ષા જવાન માટે ધો.૧૦ પાસ/નાપાસ,, ઉંમર વર્ષ ૨૧ થી ૩૬ વર્ષ, ઊંચાઈ ૧૬૮ સે.મી ધરાવનાર તેમજ સુરક્ષા સુપરવાઈઝર માટે ધો.૧૨ પાસ, ઊંચાઈ ૧૭૦ સે.મી, વજન ૫૬ કિ.ગ્રામ, છાતી ૮૦ થી ૮૫ ધરાવનાર શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો ભાગ લઈ શકશે ભરતી કેમ્પમાં પાસ થનારા ઉમેદવારે રજીસ્ટ્રેશન ફ્રી રૂ.૩૫૦ ભરવાની રહેશે તેમજ પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા,ગાંધીનગર દ્વારા ટ્રેનિંગ આપી સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિ. માં ૬૫ વર્ષ સુધી કાયમી નિયુક્તિ આપવામાં આવશે આ ઉપરાંત ભારત સરકાર,રાજ્ય સરકાર, પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક, બેંક, સુરેન્દ્રનગર / અમદાવાદ વગેરે જગ્યાઓ પર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલેરી રૂ.૧૨,૦૦૦ થી રૂ.૧૬,૦૦૦, સુરક્ષા સુપરવાઇઝર માટે રૂ.૧૬,૦૦૦ થી રૂ. ૨૨,૦૦૦, અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ, ઈ.એસ.આઇ, ગ્રેચ્યુટી, મેડિકલ સુવિધા, બોનસ,પેન્શન સુવિધા આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!