SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે રૂ.૧૨.૫૬ કરોડનાં કુલ ૪૨૮ કામોને મંજૂરી અપાઇ.

તા.20/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરતા રૂ.૧૨.૫૬ કરોડનાં કુલ ૪૨૮ કાર્યોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.આયોજન મંડળની આ વાર્ષિક બેઠકમાં ૧૫% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૮૩૨.૨૬ લાખના સી.સી.રોડ, કોઝ-વે, સિંચાઈ, સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ, ભૂમિ સંરક્ષણ, ગટર, શિક્ષણ, સ્થાનિક વિકાસને લગતા કુલ ૩૦૯ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ૧૫% વિવેકાધીન જોગવાઈ (અ.જા.) હેઠળ રૂ.૧૫૫ લાખના ગટર, સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ, રસ્તા, કોઝ-વે વગેરે જેવા કુલ ૬૨ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ૫% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના રૂ.૨૪.૮૨ લાખના ભૂમિ સંરક્ષણ સહિતનાં કુલ ૯ કામો તેમજ ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ હેઠળ રૂ.૯૪ લાખના રસ્તા(નાળું, કોઝ-વે) ગટર, શિક્ષણ, ભૂમિ સંરક્ષણ જેવા કુલ ૨૫ કામો અને નગરપાલિકા વિસ્તારના રૂ.૧૫૦ લાખના આરોગ્ય, ગટર, શિક્ષણ, રસ્તા, પાણી પુરવઠા, વીજળીકરણ જેવા કુલ ૨૩ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં આયોજન મંડળની બેઠકમાં કુલ ૧૨૭૬.૦૮ લાખના ૪૩૫ કામોની દરખાસ્ત કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાનાં અંતે રૂ.૧૨૫૬.૦૮ લાખના કુલ ૪૨૮ કામોને મંજૂર કરવામાં આવ્યા હતાં.જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી,ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર,પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ,જિલ્લા કલેકટર દર્શના ભગલાણી (ઈ.ચા.), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!