SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ૮૧ જેટલા લોક દરબારો, ૬૭ લોન મેળા યોજી ૧૯૧ જેટલા લાભાર્થીઓને ૭૭ લાખ ૧૮ હજારની સહાય કરી છે.

તા.25/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજકોટ રેન્જમાં ૭૦૦ થી વધારે લોક દરબારો યોજી ૧૦ કરોડથી વધારેની લોન આપવામાં આવી છે.

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અઘ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાર્ટર, સુરેન્દ્રનગર ખાતે લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ લોનમેળા અંતર્ગત સરકારે વ્યાજખોરોના દૂષણ વિરુદ્ધ શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને બેંક લોન સહાય સહિતની લોન આપવામાં આવી હતી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસ લોકોની સેવા માટે ખડે પગે હોય છે કોરોના કાળમાં આપણે સૌએ પોલીસની ઉમદા કામગીરી જોઈ છે પોલીસ મિત્રો આપની સુરક્ષા માટે ૨૪ કલાક તૈનાત હોય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સામાન્ય લોકોની પીડા અને તકલીફો જોઈ વ્યાજખોરો સામે રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવી હતી જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પણ ૮૧ જેટલા લોક દરબારો, ૬૭ લોન મેળા યોજી ૧૯૧ જેટલા લાભાર્થીઓને ૭૭ લાખ ૧૮ હજારની સહાય કરી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વ્યાજખોરો પાસે નાણા વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ અથવા બેંક પાસેથી નાણાં વ્યાજે લેવા જોઈએ તેમણે ઉપસ્થિત સૌને સરકારી યોજનાનો લાભ લેવા માટે વિનંતી કરી હતી રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવએ જણાવ્યું હતું કે, સરકારના આ પ્રયાસથી વ્યાજખોરોની દુકાન બંધ થઈ ગઈ છે ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મોટું વ્યાજ પડાવતાં વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબારો યોજી નાગરિકોની ફરિયાદો મેળવી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી જો રાજકોટ વિભાગની વાત કરવામાં આવે તો ૩૦૦ થી વધારે વ્યાજખોરો આજે જેલમાં છે રાજકોટ રેન્જમાં પોલીસ પરિવાર દ્વારા ૭૦૦ થી વધારે લોક દરબારો યોજી ૧૦ કરોડથી વધારેની લોન આપવામાં આવી છે ગરીબ વ્યક્તિનું શોષણ કેવી રીતે અટકાવી શકાય એ માટે સરકાર સતત ચિંતત છે વ્યક્તિ લોન લઈ સશક્ત થાય અને સમયસર લોનની ભરપાઈ કરે એ માટે સૌ લાભાર્થીઓને ટકોર કરી હતી દસાડા ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યું હતું કે, વ્યાજખોરીનાં વિષચક્રમાંથી લોકોને મુક્ત કરવા માટે પોલીસ વિભાગ માનવતાવાદી કાર્ય કરી રહ્યો છે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખરેખર પ્રશંસનીય કાર્ય છે આ લોન મેળા થકી સામાન્ય લોકો લોન મેળવી પોતાના નવા વ્યવસાયો ચાલુ કરી આત્મનિર્ભર બનશે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, લોકોને વ્યાજખોરોથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે સામાન્ય માણસ મજબુરીના કારણે વ્યાજે રૂપિયા લઇ વ્યાજના દુષ્ણમાં ફસાઇ જાય છે અને પોતાની માલમિલકત ગીરવી મૂકી દેતા હોય છે, ત્યારે આવા પીડિત નાગરિકોને મુક્ત કરવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી દ્વારા સ્વાગત પ્રવચન અને નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, અગ્રણી સર્વે હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ, ધીરુભાઈ સિંધવ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!