SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 44, 514 બોટલ દારૂનો નાશ કરાયો.

તા.04/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં પાણશીણા, ચુડા, સાયલા, ધજાળા, લીબડી સહિત પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી વિવિધ ગુનામાં કબજે કરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં લીંબડી પ્રાંત અધિકારી તથા ચોટીલા અધીક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર તથા લીંબડી ડીવાયએસપી સહિત પાણશીણા, લીબડી, ચુડા, સાયલા, ધજાળા સહિતના તમામ પી.એસ.આઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા લીબડી નેશનલ હાઈવે પર આવેલા રેલ્વે ઓવરબ્રિજના જૂના રોડ પર સરકારી ખરાબામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો લીંબડી પોલીસ સ્ટેશન ખાતેનો કુલ 3841 બોટલ, પાણશીણા પોલીસ સ્ટેશન ખાતેનો કુલ, 11604 બોટલ, ચુડા પોલીસ સ્ટેશન ખાતેનો કુલ, 619 બોટલ, ધજાળા પોલીસ સ્ટેશન ખાતેનો કુલ 2615 બોટલ, તથા સાયલા પોલીસ સ્ટેશન ખાતેનો કુલ 25, 838 બોટલ એમ પાંચ પોલીસ સ્ટેશન સહિતની 44, 514 બોટલ મળીને રૂપિયા 1,33,46, 331ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!