BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડના પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો –દેવભૂમિ દ્વારકા

ભાણવડના પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.પ્રકાશ ચાંડેગ્રા સાહેબના તથા ડો.ભટ્ટ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ સંકલ્પ ગ્રુપ ભાણવડ દ્વારા તથા દિગ્વિજય સિમેન્ટ કંપની ના સૌજન્યથી ખંભાળિયા જનરલ હોસ્પિટલના થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 35 યુનિટ રક્તદાન થયુ છે. આ જીવનદાનના સેવાકીય કાર્યમાં સંકલ્પ ગૃપ ભાણવડના એક સહજ પ્રયત્ન તથા હેલ્થ સ્ટાફના સહકાર અને જનરલ હોસ્પિટલના ડો. કનારાની બ્લડબેન્ક ટીમના લેબટેક તન્નાભાઇ અને તેની સમગ્ર ટીમના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતરના સ્ટાફના સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો.

આ કેમ્પમાં સહભાગી થયેલ પાછતરના સરપંચશ્રી અમરાભાઈ મોરી ,પાછતર  સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડો.હેતલબેન ગોહિલ દ્વારા દાંતના રોગોનો નિઃશુલ્ક કેમ્પ પણ યોજાયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!