૧૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય સવારના ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધીનો હોય છે અને ૧ એપ્રિલથી ૩૦ જૂન દરમ્યાન ગરમીના કારણે સવારનો સમય હોય છે. એપ્રિલ માસ શરૂ થવાને હવે દસેક દિવસો બાકી છે ત્યારે શિક્ષક સમાજ પાસે વિવિધ રજૂઆતો આવતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી શાળાઓનો સમય સવારનો કરવા રજૂઆત કરવામાં આવી છે. પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર સહિતના આગેવાનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિને પત્ર લખી શાળાઓનો સમય સવારનો કરવા રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ ઉનાળો શરૂ થવાના કારણે હાલ ગરમીનુ પ્રમાણ ખૂબ વધારે છે જેના કારણે શાળામાં બાળકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. વળી અમુક જગ્યાએ પાણીની પણ તંગી છે.બાળકોને ગરમીનો ઓછો સામનો કરવો પડે અને પાણીની પણ ખેંચ ન રહે તે માટે શાળાઓ નો સમય સવારનો કરવા માંગણી કરાઈ છે. દરમ્યાન ૨૩ તારીખથી મુસ્લિમોનો પવિત્ર માસ રમજાન શરૂ થઈ રહ્યો છે ત્યારે રોજેદારો રોજા રાખી શકે તે માટે પણ શાળાઓનો સમય સવારનો કરવા માંગ ઉઠી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો