IDARSABARKANTHA

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ‘ વિશ્વ ક્ષય દિન’ની ઉજવણી કરાઇ

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ‘ વિશ્વ ક્ષય દિન’ની ઉજવણી કરાઇ

******

YES WE CAN END TB –ની થીમ પર આર.ડી.ડી. શ્રી સતીષ મકવાણા ની ઉપસ્થિતિમાં ઉજવાયો

*******

સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે તા. ૨૪ માર્ચ ૨૦૨૩ના દિવસે “વિશ્વ ક્ષય દિન” ની ઉજવણી આરટીડી ડો. સતીશ મકવાણા ગાંધીનગર અધ્યક્ષતામાં YES WE CAN END TB –ની થીમ પર કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે ડો. સતીશ મકવાણા એ જણાવ્યું હતું કે સૌ પ્રથમ રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયા દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ક્ષય રોગ ની ભયાનકતા જે તે સમયે ખૂબ જ વધુ હતી તે સમય કહેવાય છે કે દર એક મિનિટે એક વ્યક્તિનું મોત થતું હતું. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે સરકારની સક્રિયતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ૨૦૨૫ માં ટીબી મુક્ત ભારત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના થકી આજે “YES WE CAN END TB –ની થીમ “ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ટીબી ને સંપૂર્ણપણે 2025 સુધીમાં ભારતમાંથી દૂર કરવા અનેક પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે. જેમકે નિક્ષય સહાય યોજના, જેમાં ટીબીના દર્દીને દર મહિને ₹500 તેમના ખાતામાં જમા થાય છે. લોકભાગીદારી ને જોડીને દાતાઓ દ્વારા પોષણ કીટ પહોંચાડવી જેવી અનેક સારી યોજનાઓ થકી આજે ટીબીને ઘણા અંશે આપણી કંટ્રોલ કરી રહ્યા છીએ.

 

આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા એ જણાવ્યું હતું કે સરકારની ક્ષય નાબૂદી માટે ખૂબ જ સક્રિય ભૂમિકા રહી. તેમાં આજે ડિટેકશન, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, રિસર્ચ થકી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે, ડિટેકશન માટે માઈક્રોસ્કોપ યુનિવર્સિટી ટેસ્ટ વગેરે જેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, પહેલાના વખતમાં ટ્રીટમેન્ટમાં બે વર્ષનો કોર્સ ઇન્જેક્શન જેવી સુવિધાઓ હતી આજે ઓરલ ટ્રિટમેંટ ઉપલબ્ધ છે. દર્દીની પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રિવેન્શન માટે કફ કોર્નર, ફાસ્ટ ટ્રેકિંગ જેવી કામગીરી થકી ટીબી પેશન્ટના સંપર્કમાં આવેલા કોન્ટેક પર્સનની આપણે પ્રી પ્રીવેશન કોર્સ કરાવી શકીએ છીએ. તેમજ આ માટે રિસર્ચ દ્વારા નવી નવી દવાઓ થકી સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ટીબી હારેગા, દેશ જીતેગા આ અભિયાનમાં દરેક નાગરિક પોતાની સક્રિય ભૂમિકા ભજવી પોતાનાથી બનતી મદદ કરી YES WE CAN END TB અભિયાનમાં જોડાઈ સરકારને અને સમાજને મદદરૂપ બનવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લામાં ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનારા ડોક્ટરો, ક્ષય મિત્રો, પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ, પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ ક્ષય નિર્મૂલન કાર્ય સાથે સંકળાયેલા સારી કામગીરી કરતા લોકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સી.ડી.એચ.ઓ શ્રી ડો.મુલાણી, આર.એમ.ઓ શ્રી ડો.શાહ જિલ્લા ક્ષય અધિકારી ડો. ફાલ્ગુનીબેન, હિંમતનગરના ટી.એચ.ઓ શ્રી રાજેશ પટેલ, ક્ષય મિત્રો જિલ્લા આરોગ્ય અધિકારીઓ ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!