PRANTIJSABARKANTHA

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે વાસ્મો પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ તાલીમ અર્થે પ્રેરણા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે વાસ્મો પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ તાલીમ અર્થે પ્રેરણા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા જિલ્લાના જળ અને સ્વચ્છતા એકમ વાસમો હિંમતનગર દ્વારા તખતગઢ ગામે મહિલા સશક્તિકરણ અંતર્ગત પ્રેરણા પ્રવાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદના સરપંચશ્રીઓ, મહિલા સરપંચ શ્રીઓ, પાણી સમિતિ દ્વારા પોતાના ગામમાં પીવાના પાણી નલ સે જલ યોજના અંતર્ગત સારી યોજના બને તે માટે તખતગઢ ગામની મુલાકાત લીધી હતી. આવનાર સમયમાં પોતાના ગામમાં પીવાલાયક પાણી દરેક ઘર ઉપર ઉપલબ્ધ થાય અને સારી યોજના લોક ભાગીદારીથી બને તેનું માર્ગદર્શન લઈ પ્રેરણા પ્રવાસ દ્વારા પોતાના ગામોમાં અમલીકરણ થાય તે માટેનું આયોજન સાબરકાંઠા જિલ્લાના વાસ્મો હિંમતનગર વડી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી નિશાંતભાઇ પટેલ દ્રારા ગામમાં પાણી વ્યવસ્થાપન માટે કરવામાં આવતી કામગીરી અને મીટર પ્રથા, પાણી બચાવા માટે અને જળ સંચય અંગે પ્રવાસીઓને વિગતે સમજૂતી આપી હતી.

આ પ્રવાસમાં સાબરકાંઠા જિલ્લા ઉપરાંત પાટણ જિલ્લાના રાધનપુર અને સિધ્ધપુર તાલુકાના પાણી સમિતિના સભ્યો સરપંચશ્રીઓ મહિલાઓ પ્રેરણા પ્રવાસમાં જોડાઈ હતી. તેમના ગામોમાં પીવાના પાણીનું અમલીકરણ સારી રીતે સુવ્યવસ્થિત યોજના બને અને આવનાર સમયમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે મીટર યોજના લગાવી લોક ભાગીદારીથી અમલીકરણ થાય તે માટે પાટણ જિલ્લાના પાણી સમિતિ તખતગઢ ગામની મુલાકાત લીધી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!