AHAVADANG

ડાંગ: આહવા કરાટે કલાસીસની મુલાકાત લેતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ કરાટે એસોસિએશન ઓફ ડાંગનાં નેજા હેઠળ ચાલતા કરાટે કલાસીસની મુલાકાત લેતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે કરાટે એસોસિએશન ઓફ ડાંગ દ્વારા પ્રથમ વખત ડાંગની દીકરીઓ માટે કરાટે ચેમ્પિયનશીપનું આયોજન હાથ ધર્યું છે.છેવાડેની દીકરીઓ આત્મ રક્ષણ માટે સજ્જ બને તેવા આશય સાથે કરાટે એસોશીએશન ઓફ ડાંગનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત તથા મહામંત્રી પી.આર.દિપકકુમારે આહવા ખાતે કરાટે ચેમ્પિયનશીપનું આયોજન હાથ ધર્યુ છે.આજરોજ ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ આહવા ખાતે કરાટે કલાસીસની મુલાકાત લઈ ગર્વ વ્યક્ત કર્યો હતો.તેઓએ છેવાડેની દીકરી માટે જે પણ મદદની જરૂર પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અહી ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે હાલનાં સમયમાં સ્વરક્ષણ એ માનવીનાં બચાવ માટેની મુખ્ય ભૂમિકામાં આવી રહ્યુ છે.સમાજમાં વધી રહેલા મહિલાઓ પર દુષણો માટે આત્મરક્ષા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.જેથી કરાટે જેવા કલાસ દીકરીઓનાં આત્મરક્ષા માટે જરૂરી છે.આહવા ખાતે કરાટે એશોશીએશન ઓફ ડાંગ દ્વારા આયોજીત કરાટે ચેમ્પિયનશીપનાં કાર્યક્રમમાં ડાંગનાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રીઓમાં રાજેશભાઈ ગામીત,હરિરામભાઈ સાંવત,કરાટે એસોશીએશનાં પી.આર.દિપક કુમાર,એ.સેલવમ સહિત કરાટે કોચ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી ડાંગની દીકરીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!