BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડના શેઢાખાઈ ખાતે રકતદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

ભાણવડના શેઢાખાઈ ખાતે રકતદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરઝર તાબા હેઠળના પેટા આરોગ્ય કેન્દ્ર શેઢાખાઈ ખાતે આહિર સમાજના સ્થળ પર સંકલ્પ ગૃપ ભાણવડ તેમજ ગ્રામ પંચાયત શેઢાખાઈના સહયોગથી રકતદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીરોગ, બાળરોગ, હાડકા, પાંચનતંત્ર, દંતરોગ, ચામડી વગેરે ક્ષેત્રના નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

આ કેમ્પ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરઝર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર શેઢાખાઈના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવાયો હતો.  કેમ્પના સફળ આયોજન માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો.ચાંડેગ્રા દ્વારા મોરઝરના મેડિકલ ઓફિસરશ્રી ડો.રાધિકા, સુપરવાઇઝરશ્રી ગિરેનભાઈ વાવરોટિયા, રક્ષાબેન પરમાર, શેઢાખાઈના હેલ્થ કર્મચારીશ્રી સંદીપ સોનગરા તેમજ સમગ્ર ટીમને અને સંકલ્પ ગ્રુપના સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!